મિતાણા ના કાકા ભત્રીજા ટ્રેક્ટર પર ખેતીકામ સબબ ઓવરબ્રિજ પર પસાર થઈ રહ્યા હતા એ વેળા એ ટ્રકે અડફેટે લેતા ભત્રીજા નુ મોત નિપજયુ.

ટંકારા તાલુકાના મિતાણા ગામના સ્થાનિક ખેડુત ખેતીકામે ટ્રેક્ટર પર હાઈવે પર મિતાણા ખાતે આવેલા ઓવરબ્રિજ પર પસાર થતા હતા એ ટાંકણે ઓવરબ્રિજ પર ઓચિંતા પાછળ થી ધસી આવેલા ટ્રકે ટ્રેક્ટરને હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમા ટ્રેક્ટર પર બેઠેલા કાકા ભત્રીજા ને ઈજા થવા પામી હતી. જેમા, અકસ્માતે ગંભીર રીતે ઘવાયેલા ગામડાના ટ્રેક્ટર ચાલક સાથે બેઠેલા ભત્રીજા નુ મોત નીપજયુ હતુ.
ટંકારા રાજકોટ રાજ્ય ધોરીમાર્ગ પર તાલુકાના મિતાણા ગામ નજીક ઓવરબ્રિજ આવેલ હોય એ ઓવરબ્રિજ પર મિતાણાના પ્રભુનગર મા રહેતા ખેડુત અરવિંદ મોહન દેવડા પોતાના ટ્રેક્ટર નં જીજે -૩ ઈએ ૪૭૩૮ પર ભત્રીજા કિશોર ધનજી દેવડા સાથે પસાર થઈ રહ્યા હતા એ ટાંકણે જ પાછળ થી પુરપાટ વેગે ધસી આવેલા ટ્રક નંબર જીજે -૮ એડબલ્યુ ૫૩૦૩ ના ચાલકે હડફેટે લઈ ટ્રેક્ટર ની ટ્રોલી મા ભટકાડી અકસ્માત સર્જ્યો હતો. જેમા, ટ્રેક્ટર પર બેઠેલા કાકા ભત્રીજા બંને ને ઈજા પહોંચી હતી જેમા, ભત્રીજા કિશોર ધનજી દેવડા નુ મોત નિપજયુ હતુ. અકસ્માત ના બનાવ અંગે ભોગ બનેલા ટ્રેક્ટર ચાલક કાકા અરવિંદ મોહને ટંકારા પોલીસમા ગફલતભરી રીતે ટ્રક હંકારી અકસ્માત સર્જનારા ટ્રક ચાલક વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી હતી.


