
રાજકોટ – ટંકારા – મોરબી વચ્ચે ૬૫ કિમી ના ફોર લેન હાઈવે નિર્માણ થયાને લગભગ પાંચ વર્ષ વિતી ગયા પરંતુ હાઈવે પર ટંકારા ખાતે લતીપર ચોકડી ઉપર નિર્માણ પામેલા ઓવરબ્રિજ ઉપર લગાડેલી લાઈટો માંડ પાંચેક વાર ઝબુકી અને છેલ્લા ઘણા લાંબા સમયથી બંધ હાલતમા શોભા નો ગાંઠીયા સમાન બની લટકી રહી હોવાથી ઓવરબ્રિજ પર પસાર થતા વાહનચાલકો વચ્ચે અકસ્માત સર્જાવાની ભિતી પસાર થનારા અને નગરજનો વ્યક્ત કરી રજુઆત કરતા થાકી ગયા હતા. ત્યા અચાનક ૩ એપ્રિલ -૨૫ મા ફરી સત્તાધિશો ને કોઈ જ્ઞાન લાધ્યુ હોય એમ ઝબકતા નગરવાસીઓ ખુશ થયા છે. હવે જોવાનુ એ રહ્યુ કે, લાઈટ રૂપી ઈદ નો ચાંદ પ્રજાને કયા સુધી ખુશીનો ઉજાસ પાથરે છે. એ તો આવનારો સમય બતાવશે.


