
વાંકાનેર તાલુકાના નવી રાતીદેવડી પ્રા.શાળા ની ચોથા ધોરણ ની વિધાર્થિની વિદીતા મોહનીશભાઈ વરૂ એ તાજેતરમા લેવાયેલી જવાહર નવોદય વિદ્યાલય મા પ્રવેશ મેળવવા માટે ની અઘરી કસોટી પાસ કરતા આગળ ના અભ્યાસ માટે મોરબી જીલ્લા ની કોઠારીયા ગામે આવેલી જવાહર નવોદય વિદ્યાલય મા પ્રવેશ મેળવશે. નાનકડી ટબુકડી એ આકરી કસોટી પાસ કરી નાનકડા ગામડાનુ ગૌરવ વધાર્યુ હતુ. શાળા ના શિક્ષકો એ અભિનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, જવાહર નવોદય વિદ્યાલય મા ધોરણ ૬ થી ૧૨ વિદ્યાર્થીઓને ભોજન અને રહેવા હોસ્ટેલ ખર્ચ કેન્દ્ર સરકાર તરફથી ફ્રી આપવામા આવે છે.


