ભવ્ય શોભાયાત્રા નુ આયોજન કરાયુ હોવાની માહિતી ટંકારા ભાજપના યુવા અગ્રણી અને રઘુવંશી સમાજ ના યુવા આગેવાન ભાવિન સેજપાલે આપી હતી.

આગામી તા. ૬ ઠ્ઠી એપ્રિલે ભગવાન શ્રીરામ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવા સમગ્ર ટંકારા શહેરના નગરજનો મા ધાર્મિક મહોત્સવ ઉજવવા નો સ્વયંભૂ ઉત્સાહ વરતાઈ રહ્યો છે. ધાર્મિક ઉત્સવ નો ઉજમ અને ઉમંગ થી શહેરના યુવાનો ધ્વજા પતાકા, બેનર અને રોશનીથી શણગારી નગર ને અયોધ્યા નગરીમા પરીવર્તિત કરવા લગનથી કામે વળગ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી તમામ હિંદુ ધર્મને માનનારા લોકો એક છજા હેઠળ એકઠા થઈ વિશાળ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર યોજી રહ્યા છે. આ વખતે પણ શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજવાનુ આયોજન ઘડી કાઢ્યુ હોવાથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
ટંકારામા છેલ્લા ત્રણ વર્ષની માફક આ વખતે પણ આગામી રવિવારે ૬ ઠ્ઠી એપ્રિલે દશરથ નંદન ભગવાન શ્રી રામ જન્મોત્સવ ઉજવવા માટે આગોતરા હિંદુ સમાજ ના ધાર્મિક લોકોની બેઠક મળી હતી. અને ઉજવણી કરવાનુ નક્કી કરવામા આવ્યુ હતુ. કાર્યક્રમની જાહેરાત થતા સમગ્ર શહેર ઘેલુ થયુ હોય એમ લોકોમા સ્વયંભૂ ઉત્સવ ઉજવવાનો હરખ વરતાઈ રહ્યો છે. ભગવાન શ્રી રામ નો જન્મદિવસ આગામી ચૈત્રી નોમ ના દિવસે હોવાથી અઠવાડીયા થી શહેર ને ધ્વજા પતાકા લહેરાવી બજારો મુખ્ય માર્ગો ઉપર શ્રીરામ જન્મોત્સવ ઉજવવા ના બેનરો લગાવવા અને દયાનંદ ચોક મા રામ દરબાર નો પંડાલ ઉભો કરી સુશોભિત કરવાનુ આયોજન યુવાનો કરી રહ્યા છે. રામ નવમી ના દિવસે શ્રીરામ ના જયઘોષ સાથે ભવ્ય શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર યોજવા મા આવશે. રામલલ્લા નો જન્મોત્સવ ઉજવણી યાદગાર બનાવી ભવ્ય ઉજવણી કરવાનો સુર ધર્મોત્સવ ઉજવવા યોજાયેલી બેઠકમા ઉપસ્થિત ધાર્મિક લોકો દ્વારા વ્યક્ત કરાયો હોવાનુ રઘુવંશી સમાજ ના યુવા અગ્રણી ભાવિન સેજપાલે જણાવ્યુ હતુ. જન્મોત્સવના પૂર્વ દિવસે વિશાળ બાઈક રેલી યોજવા વિચાર પ્રગટ થતા આયોજન ઘડાઈ શકે છે. પૂર્વ સંધ્યા એ દરેક હિંદુ ઘરોમા દિવડા પ્રગટાવી ઉજવણી ની ઝાંખી કરવા અપીલ કરવામા આવી હતી. આ વેળાએ દરેક ઘરોમા આસોપાલવ ના તોરણ બાંધવામા આવશે. શોભાયાત્રા મા લોકો સ્વયંભૂ આર્થિક યોગદાન આપી રહ્યા છે. એ જોડાશે એવો માહોલ જોવા મળી રહ્યો છે. શોભાયાત્રાનો પ્રારંભ લક્ષ્મીનારાયણ સોસાયટી થી થશે. જે મુખ્ય પ્રવેશદ્વાર દેરીનાકા મેઈન રોડ થી દયાનંદ ચોક, મેઈન બજાર, ત્રણ હાટડી, ઉગમણા દરવાજા, ઘેટીયાવાસ, દેરાસર રોડ, લક્ષ્મીનારાયણ મંદિરે મહાઆરતી બાદ પૂર્ણ થશે. શોભાયાત્રા રૂટમા ઠંડાપીણા, સરબત, ઠંડી છાસ સહિત વ્યવસ્થા કરવામાં આવી છે. ધર્મોત્સવ ઉજવવા ધાર્મિક લોકો સ્વયંભૂ આર્થિક યોગદાન આપી રહ્યા છે. અંતે, સમગ્ર શોભાયાત્રા મા જોડાનાર ભકત સમુદાય માટે આર્યસમાજ સ્મારક ભવનમા ફળાહાર ની વ્યવસ્થા કિરીટભાઈ અંદરપા પરીવાર દ્વારા કરવામાં આવી છે.