
ટંકારાના લજાઈ ગામે ઔધોગિક એકમમા ભાડા ના ગોડાઉન મા નાલ ઉઘરાવી જુગારધામ ધમધમતુ થયાની ગંધ આવતા ટંકારા પોલીસ ત્રાટકી હતી. પોલીસે દરોડો પાડી છ ઈસમોને રૂપિયા ૬,૯૩ લાખ ના મુદ્દામાલ સાથે જુગાર રમતા પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
ટંકારા પોલીસને તાલુકાના લજાઈ ગામે આવેલી ચોકડી પાસે ઔધોગિક એકમમા મોરબીના રામકો બંગલો પાછળ રહેતા નરેશ ઈશ્ર્વરભાઈ નામના ઈસમે ગોડાઉન ભાડે રાખી તેમા જુગાર કલબ ખોલી નાલ ઉઘરાવી જુગારધામ ચાલુ કર્યા ની સચોટ બાતમી મળી હતી. પોલીસને જુગાર અખાડા ની ગંધ આવતા પોલીસ ઈન્સપેકટર કૃણાલ છાસીયા ટીમ ના કૃષ્ણસિંહ, દશરથસિંહ, પંકજ ગુઢડા સહિતના પોલીસ કાફલા સાથે જુગાર ના અખાડા પર ત્રાટક્યા હતા. ઓચિંતા પોલીસ આવી પહોંચતા જુગાર રમી રહેલા ઈસમો ના ઘડીભર હોંશ ઉડી ગયા હતા. પોલીસે જુગારના પટ મા થી રોકડા રૂપિયા ૧,૬૩૦૦૦/- રોકડા ઉપરાંત, સ્થળ પર થી મોબાઈલ, કાર સહિત રૂપિયા ૬,૯૩ લાખ ના મુદ્દામાલ સાથે જુગાર રમી રહેલા નરેશ ઈશ્ર્વરભાઈ ચાપાણી, ધનજી ગોરધનભાઈ બરાસરા, પ્રભુભાઈ નરભેરામ દેત્રોજા, અમૃત પિતાંબર જીવાણી (તમામ રહે મોરબી), મહાદેવ નરસી રંગપરીયા રહે. ઘુનડા, વાઘજી બચુ રંગપરીયા રહે. નવાગામ
સહિતના છ ઈસમોને જુગારધારા ની કલમ હેઠળ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે, છ મહિના પૂર્વે વિરપર નજીક કમ્ફર્ટ હોટલ મા હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપી લીધા બાદ એસએમસી એ સ્થાનિક પોલીસ નુ તોડકાંડ ખુલ્લુ પાડયુ હતુ. જે પ્રકરણમા તોડ પ્રકરણે સંડોવાયેલા ટંકારાના પોલીસ ઈન્સપેકટર હજુ ગુમ છે.