
ગુજરાત રીઝર્વ પોલીસ બટાલિયન ફોર્સ મોરબી જીલ્લા મા છેલ્લા વર્ષોમા દંગા તોફાન સહિતના બનાવો ની ગતિવિધિઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા તથા સંવેદનશીલ વિસ્તારો અને ભૌગોલિક વિસ્તાર થી માહિતગાર થવા પ્લાટુન કમાન્ડન્ટ ની આગેવાની હેઠળ ૧૦૦ જવાનોની ટુકડી ટંકારા પોલીસમથકે આવી પહોંચી થાણા અમલદાર સાથે પરામર્શ કરી શહેર મા માર્ચ પાસ્ટ યોજી સામાન્ય પ્રજાજનો, સમાજસેવકો, નગરના વરીષ્ઠ નાગરીકો સાથે ગોષ્ઠી કરી હતી.
રાજ્યના પોલીસ અનામત દળની અમદાવાદ સ્થિત પ્લાટુન
બટાલિયન રેપીડ એક્શન ફોર્સ દળના કમાન્ડન્ટ રાતુલદાસ ના માર્ગદર્શન અને સુચનાથી બટાલિયન ના ૧૦૦ જવાનોની ટુકડી ટંકારા પોલીસ સ્ટેશન ખાતે સહાયક કમાન્ડન્ટ અશોકકુમાર શર્મા ના નેતૃત્વ હેઠળ આવી પહોંચી હતી. અહીંયા થાણા અમલદાર કૃણાલ છાસીયા સાથે પરામર્શ કરી શહેરના સંવેદનશીલ વિસ્તારો અને ભૌગોલિક વિસ્તાર થી માહિતગાર થવા નગરના વિસ્તારોમા લટાર મારવા સ્થાનિક પોલીસ સાથે માર્ચ પાસ્ટ યોજવા આયોજન કરી નગરના વિસ્તારોની સ્થિતિ જાણી હતી. શહેરના વિસ્તારોની વર્તમાન પરિસ્થિતિ નો અભ્યાસ કર્યો હતો. ભૂતકાળ ના દંગલો રમખાણો ની માહિતી મેળવી હતી. શહેરની ચર્યા વખતે સામાન્ય નાગરિકો, શહેરના વરીષ્ઠો, સમાજસેવકો વગેરે સાથે પણ ચર્ચા કરી તાગ મેળવી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સુત્ર અંતગર્ત ગોષ્ઠી કરી શાંતિ, સલામતી સભર વાતાવરણ બની રહે એ ઉદ્દેશ હોવાનુ લોકો ને જણાવ્યુ હતુ. આ તકે, શહેરના વિવિધ વિસ્તારોમા સ્થાનિક પોલીસ ના એલઆઈબી ના પ્રવિણભાઈ મેવા સહિતના જોડાયા હતા.