
ટંકારાના ગણેશપર ગામે જુના ડખ્ખા નો ડંખ રાખી પાંચ શખ્સોએ એક સંપ કરી ગામડાના ખેડુત ને ઢીબી નાંખતા ભોગ બનેલા ખેડુતે ટંકારા પોલીસમા ફરીયાદ નોંધાવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી હતી.
ટંકારા તાલુકાની ભૌગોલિક રચના પ્રમાણે અંતરીયાળ આવેલા ગણેશપર ગામે રહેતા અને ખેતી કરતા બળવંત દેવજી દેવડા નામના પ્રૌઢ ખેડુતે ટંકારા પોલીસમા નોંધાવેલી ફરીયાદ મુજબ ગામડાના ધર્મેશ અને મુળજી ભાગીયા સાથે લગભગ બે’ક વર્ષ પૂર્વે ગામડામા ગ્રામ પંચાયત હસ્તકની ખુલ્લી જમીનમાં ફેન્સીગ બાંધવા મુદ્દે બોલાચાલી અને સામાન્ય બબાલ થઈ હતી. પોતે જુની મગજમારી વિસરી રાબેતા મુજબ સીમ મા આવેલા ખેતરેથી પરત ઘર તરફ મોટરસાયકલ પર પરત ફરી રહ્યા હતા એ વખતે ગામડાના પાદરમા બબાલ કરવાના ઈરાદે અગાઉ થી ધર્મેશ મુળજી ઉપરાંત, મુળજી હિરા ભાગીયા, મનસુખ ભગવાનજી ભાગીયા, ચુનીલાલ ત્રીભોવન ભાગીયા,પ્રફુલ અમરશી ભાગીયા સહિતના પાંચેય શખ્સો જુના ડખ્ખા નો ડંસ રાખી પોતાના મોટર સાયકલ આડે ધર્મેશે બાઈક આડુ નાંખી આંતરી ને લાકડીઓ વડે બેફામ માર મારવા લાગ્યા હતા. બબાલ થતા દેકારો સાંભળી ગામડાના અન્યો દોડી આવતા તમામ હુમલાખોરો નાસી ગયા હતા. અને જતા જતા ધર્મેશે હાલ બચી ગયો છે. જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની રાવ હોસ્પિટલ ના બિછાને થી ભોગ બનનારે નોંધાવી હતી.