ટંકારા: શિવકથા બીજા દિવસે જ્ઞાન વાણી  શિવલિંગ પર બિલીપત્ર અભિષેક, ભાલે ભષ્મ ત્રિપુંડ, શરીરે રૂદ્રાક્ષ મનને શાંતિ આપે છે. 

Advertisement
Advertisement
 ટંકારા પોલીસ પ્રાંગણમા ચાલી રહેલી શિવ મહાકથા મા રાજુબાપુ શિવ પુજા સાથે બિલીપત્ર અભિષેક નુ મહાત્મ્ય સમજાવે છે.
ટંકારા હાઈવે કાંઠે આવેલા પોલીસ સ્ટેશન પરીસરમા પોલીસ કર્મચારીઓના સરકારી ક્વાટર્સ એક જ પ્રાંગણમા આવેલા છે. અહીંયા પોલીસ કર્મી મિત્રો એ ભિતરમા છુપાયેલા ધર્મ ભક્તિના સંસ્કાર ભાવ ઉજાગર કરી શિવમંદિર નિર્માણ કરી મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા ગોઠવેલા આયોજનમા ટંકારાના શિવભક્ત પરમાર પરીવાર ના મોભીએ ધાર્મિક પ્રસંગે શિવમહાપુરાણ કથા શિવ સાનિધ્ય મા બેસાડવા ઈચ્છા વ્યક્ત કરતા યોજાયેલી  શિવકથા ના બીજા દિવસે વ્યાસપીઠેથી સુંદર શૈલીમા શિવજીના મહિમા સાથે શિવલિંગ પર બિલીપત્ર અભિષેક ઉપરાંત, રૂદ્રાક્ષ અને લલાટે કરવામા ભષ્મના ત્રિપુંડ નુ મહત્વ અને મહાત્મ્ય શ્રોતાજનોને સમજાવ્યુ હતું.
સામાન્ય રીતે લોકમાનસમા ખાખીધારી પોલીસની છાપ કાયમ કરડાકી દાખવનારા કઠણ કાળજાના અને ધર્મ લાગણી વિહીન હોવાની હોય છે. પરંતુ, ટંંકારા પોલીસ  ખાખી લિબાસની ભિતરમા પણ ધર્મ ભક્તિ ની કુણી લાગણી અને સંસ્કૃતિ અને સંસ્કારો ની ભાવના છુપાયેલી હોવાની પ્રતિતી હાલ કરાવી રહી છે. ટંકારા હાઈવે કાંઠે પોલીસ થાણુ અને પોલીસ પરીવાર માટે સરકારી ક્વાટર્સ પણ એક જ પરીસરમા આવેલા છે. એ પોલીસ હસ્તકના સરકારી પ્રાંગણમા પોલીસ કર્મચારીઓએ સનાતન ધર્મ અને ભક્તિ ના સમન્વય ને જાળવી શિવમંદિર નિર્માણ કરેલ હોય મંદિર મા સ્થાપિત શિવલિંગ ના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા આયોજન વેળાએ ટંકારાના ધાર્મિક વૃત્તિના પરમાર પરીવારના મોભી નંદલાલ નાગજીભાઈ પરમારે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ના ધાર્મિક પ્રસંગે સ્વૈચ્છિક ખર્ચ ઉઠાવવાની તૈયારી દાખવી શિવમહાપુરાણ સપ્તાહ યોજવાની ઈચ્છા વ્યક્ત કરતા યોજાયેલી શિવકથા ના બીજા દિવસે વ્યાસપીઠ પર બિરાજમાન રાજુબાપુએ સુંદર શૈલીમા શિવજી ની પુજા સાથે શિવલિંગ પર કરાતા બિલીપત્ર અભિષેક કરવા નો અર્થ અને ધાર્મિક મહત્વ સમજાવ્યો હતો.આ તકે, રાજુબાપુ એ શરીરે રૂદ્રાક્ષ ધારણ કરવાનુ મહાત્મ્ય સમજાવી રૂદ્રાક્ષ ધારણ કરવાથી શરીરમાથી નકારાત્મક શક્તિ નષ્ટ થવાની અને હ્યદય ને સ્પર્શ કરતા રૂદ્રાક્ષ થી રોગમુક્તિ થવાની લોકોની ધાર્મિક લાગણી સાથે વૈજ્ઞાનિક રીતે અસરકારક ગણાવી ધર્મ સાથે વિજ્ઞાન જોડાયા ની જ્ઞાન વાણી પિરસી હતી. બીજા દિવસની શિવ કથાના અંતિમ ચરણમા શિવપુજા બાદ ધર્માનુરાગી લોકો દ્વારા કપાળે ભષ્મ તિલક ત્રિપુંડ લગાડવા નો મર્મ અને ધાર્મિક મહત્વ સમજાવ્યુ હતુ. ધાર્મિક પ્રસંગે ભજન સાથે ભોજન, પાણી ,સરબત સહિતની જવાબદારી શુભવદન પરમાર, અરૂણ પરમાર, ગૌરવ પરમાર સહિત સમગ્ર પરમાર પરીવાર સંભાળી શ્રોતાજનોની દરકાર લઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ટંકારાના આંગણે શિવમહાપુરાણ સપ્તાહ (શિવકથા) સૌ પ્રથમ વખત યોજાઈ હોય પંથકના ગામડાના અનેક ધાર્મિક લોકો કથા શ્રવણ પાન કરવા બહોળી સંખ્યામા ઉપસ્થિત રહી ધર્મ લાભ લઈ રહ્યા છે.