ટંકારા પોલીસ પ્રાંગણમા ચાલતી શિવકથા મા વ્યાસપીઠેથી રાજુબાપુ ઉવાચ: શિવલિંગના ત્રિપુંડ મા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ નો સમન્વય છે

Advertisement
Advertisement
લોકમાનસમા કાયમ કરડાકી દાખવનારી છબી ધરાવતા પોલીસના હ્યદયમા પણ ધર્મ ભક્તિ ના સંસ્કારો છુપાયા હોવાની પ્રતિતી ટંકારા પોલીસ મથક ના પ્રાંગણમા ચાલતી શિવકથા કરાવી રહી છે.
ટંકારા હાઈવે કાંઠે આવેલા પોલીસ સ્ટેશન પરીસરમા પોલીસ કર્મચારીઓ માટે સરકારી આવાસ પણ આવેલા છે. પોલીસખાતા ના પ્રાંગણમા પોલીસ મિત્રો એ ધર્મ ભક્તિ અને સંસ્કાર -સંસ્કૃતિ જાળવી ને શિવમંદિર બંધાવ્યુ હોય અહીંયા શિવમંદિર ના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા માટે આયોજન ગોઠવવાનુ નક્કી કરાતા શિવમહાપુરાણ કથા કરી ભવ્ય ઉજવણી નો ખર્ચ કરવાની ટંકારાના પરમાર પરીવાર ના મોભી એ ઈચ્છા વ્યક્ત કરતા હાલ ચાલી રહેલી શિવકથા ના પ્રથમ દિવસે વ્યાસપીઠેથી સુંદર શૈલીમા શિવજી મંદિરમાં પુજા અર્ચના નો મહિમા સમજાવ્યો હતો.
ગુનેગારો ઉપર કાયમ કરડાકી દાખવતી પોલીસ ના ખાખી લિબાસની ભિતરમા પણ ધર્મ ભક્તિ ની કુણી લાગણી અને સંસ્કૃતિ અને સંસ્કારો ની ભાવના છુપાયેલી હોવાની પ્રતિતી ટંકારા પોલીસ હાલ કરાવી રહી છે. ટંકારા હાઈવે કાંઠે પોલીસ થાણુ અને પોલીસ પરીવાર માટે સરકારી ક્વાટર્સ પણ એક જ પરીસરમા આવેલા છે. અહીંયા પોલીસ હસ્તકના સરકારી પ્રાંગણમા પોલીસ મિત્રો એ સનાતન ધર્મ અને ભક્તિ ના સમન્વય ને જાળવી શિવમંદિર નિર્માણ કર્યુ છે. શિવલિંગ ના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજવા તખ્તો ગોઠવાઈ રહ્યો હતો એ ટાંકણે જ ટંકારાના ધાર્મિક વૃત્તિના નંદલાલ નાગજીભાઈ પરમાર નામના શિવભક્તે સ્વૈચ્છિક ખર્ચ ઉઠાવવાની જવાબદારી ઉઠાવતા પોલીસ હસ્તકના સરકારી કેમ્પસમા શરૂ થયેલી શિવમહાપુરાણ સપ્તાહમા વ્યાસપીઠ પર બિરાજમાન રાજુબાપુએ સુંદર શૈલીમા પ્રથમ દિવસે શિવમંદિર નો મહિમા અને શિવજી ની પુજા અર્ચના અને આરતીનો મહિમા શ્રોતાજનોને સમજાવ્યો હતો. આ તકે, રાજુબાપુએ શિવાલય મા બિરાજમાન શિવલિંગ જે ત્રિપુંડ છે એ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય નો સમન્વય હોવાની અને શિવલિંગ ની પુજા કરવાથી ત્રણેય દેવતાઓની પુજા થાય છે. આપણા હિંદુ ધર્મના ચારેય વેદોમા શિવ અને શિવલિંગ નુ મહાત્મ્ય સમજાવાયુ હોવાનુ કહી સાંજે મહાદેવ શિવ ની આરતી શિવમંદિર મા શિવલિંગ ઉપરથી તમામ શણગાર ઉતારીને કરવાનો મર્મ સમજાવ્યો હતો. શિવકથા નુ સુંદર આયોજન અને ધાર્મિક પ્રસંગની સમગ્ર જવાબદારી શુભવદન પરમાર, અરૂણ પરમાર, ગૌરવ પરમાર સહિત સમગ્ર પરમાર પરીવાર સંભાળી રહ્યા છે.