શ્રમિક મહિલાએ બાળકને જન્મ આપતા પારણુ શણગારી મહિલાને સન્માનિત કરી.

મિત ત્રિવેદી, ટંકારા.
8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતગર્ત ટંકારા તાલુકા ના હરબટીયાળી ગામે આવેલી પ્રાથમિક શાળા ખાતે અનોખી ઉજવણી કરવામા આવી હતી. જેમા, ગામડે શાળા મા મજુરી કામ કરતી શ્રમિક વર્ગ ની મહિલાએ બેબી બોય ને જન્મ આપતા શ્રમિક ના આશિયાને મહિલા શિક્ષિકા પહોંચી ‘જ્યા નારી નુ સન્માન ત્યા સંસ્કૃતિનુ સ્થાન’ ઉક્તિ ને સાર્થક કરી શ્રમિક માતાને શક્તિવર્ધક કાટલા ના લાડવા, ઉપરાંત, વસ્ત્રદાન અને તાજા જન્મેલા બાળકને બોર્ન બેબી કીટ, રોકડ રકમની ભેટ આપી બાળક ના પારણાને શાળામા શાળા પરિવાર અને વિદ્યાર્થીનીઓ દ્વારા શણગારીને બાળક નુ નામકરણ કરી શ્રમિક ના સ્વજન બની યાદગાર ઉજવણી કરવામા આવી હતી.

વિશ્ર્વ મહિલા દિવસ અંતગર્ત ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે પ્રા.શિક્ષિકા ગીતાબેન સાંચલાએ શ્રમિક પરીવાર ની માતાનુ સ્નેહ થી સન્માન કરવા સાથે મજુર વર્ગ ની માતા ના કુખે જન્મેલા બેબી બોય નુ પારણુ શાળા પરીસરમા શિક્ષક સ્ટાફ અને શાળાની માસુમ બાળકીઓના હસ્તે શણગારી શ્રમિક પરીવાર સાથે મા ના ઉદરે જન્મેલા બાળક નો ઉત્સવ ઉજવી બાળકનુ નામકરણ કરી શિક્ષિકા સહિતના શિક્ષકો સાચા સ્નેહી બની મહિલા દિન ઉજવ્યો હતો. શ્રમિક માતા ની દરકાર કરનારા શિક્ષિકા ગીતાબેને જણાવે છે કે, પોતે જયા ફરજ બજાવે છે. એ શાળામા સ્કુલ ઓફ એક્સલન્સ હેઠળ સમારકામ ચાલી રહ્યુ હોય અહીંયા મજુરીકામ કરતા શ્રમિક મહિલા ઈન્દ્રાબેને બાળકને જન્મ આપતા શ્રમિક પરીવાર ની ખુશી મા સહભાગી થવાનુ નક્કી કરી પોતાના પગારમાંથી બાળકને જન્મ આપનારી શ્રમિક વર્ગની મહિલા ને શક્તિ વર્ધક ઓસડીયુ ગણાતુ કાટલા ના લાડવા પોતાના હાથે બનાવી પોષણક્ષમ ખોરાક રૂપે કાટલા ના લાડવા પિરસ્યા હતા. ઉપરાંત, વસ્ત્રદાન અને તાજા જન્મેલા બાળકને બોર્નબેબી કીટ અને યથા યોગ્ય રોકડ મદદ કરી બાળક ના પારણાને શાળામા જ શણગારી શાસ્ત્રોક્ત વિધિ અનુસાર બાળક નુ નામ ભવ્ય રાખી નામકરણ સંસ્કાર વિધિ પણ કરી મહિલા દિવસ નિમિત્તે શ્રમિક પરીવાર ની ખુશી મા સમગ્ર શાળા સાચા સ્વજન બની ‘જયા નારીનુ સન્માન ત્યા સંસ્કૃતિ નુ સ્થાન’ ઉક્તિ અનુસરી વુમન્સ ડે ઉજવ્યો હતો.