વિશ્ર્વ મહિલા દિવસે ટંકારા બ્રહ્માકુમારીઝ કેન્દ્ર દ્વારા મહિલાઓ ને ઘર પરીવાર ની પરવા કરતી વખતે ધર્મ અને સંસ્કૃતિ જાળવીને સુખ શાંતિ બનાવી ઘર ને મંદિર બનાવવાની શીખ આપી હતી.

દરેક ક્ષેત્રે અબળા હવે સબળા બની ઉભરી રહી છે. મહિલાઓને પુરૂષ સમોવડી માનવામા આવે છે. પરંતુ હજુ છેવાડાના વિસ્તારોમા નારી શક્તિ ખુદ તેનુ મહત્વ અને મુલ્ય સમજવામા ઉણી ઉતરી રહી છે. ત્યારે વિશ્ર્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ટંકારામા સ્થાપિત બ્રહ્માકુમારીઝ કેન્દ્ર દ્વારા તાલુકાના લખધીરગઢ ગામે નારી તુ નારાયણી નામે કાર્યક્રમ યોજાયો હતો. જેમા, નારી ની ભિતર મા છુપાયેલી અન્નપુર્ણા, શક્તિ ને ખુલીને બહાર લાવવા અંગે સમજ આપી ઘરેલુ મહિલાઓને સંસ્કાર, સંસ્કૃતિ નુ જતન કરવા સાથે ઘર ને મંદિર બનાવવાની ટીપ્સ આપી હતી.

વિશ્ર્વ મહિલા દિવસ અંતગર્ત ટંકારામા કાર્યરત બ્રહ્માકુમારીઝ કેન્દ્ર દ્વારા તાલુકાના લખધીરગઢ ગામે ‘નારી તુ નારાયણી’ વિષય પર ભાર મુકી ગૃહિણીઓને ધર્મ સાથે પરીવારના પાલન કેવી રીતે કરી શકાય એ વિસ્તૃત સમજ આપી શાંતિ, સંસ્કારો અને ધર્મ ને સ્વીકારી સંસ્કૃતિ જતનની કેળવણી આપવા સરાહનીય પ્રયાસ કર્યો હતો.મહિલાઓના સન્માન સ્નેહ અને નારી ત્યાગ ની મૂર્તિ ના પ્રેરક પ્રસંગે મુલ્ય નિષ્ઠ સમાજ ના નિર્માણ માટે મહિલા નુ યોગદાન અંગે સવિસ્તાર માર્ગદર્શન આપવા બ્રહ્માકુમારી ગુજરાત ઝોનના ડાયરેક્ટર ભારતીદીદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત, આજની નારી અબળા નથી સબળા બની સંસ્કારી સમાજનુ નિર્માણ કરી શકવાની તાકાત ધરાવતી હોવાની ટીપ્સ મહિલા – બાળ વિકાસ વિભાગના ડિમ્પલબેન અને ઉર્વિશાબેને આપી હતી. આ તકે, ગુજરાત મા બ્રહ્માકુમારીઝ સંસ્થા ના ૬૦ વર્ષ પૂર્ણ થતા ડાયમંડ જયુબિલી ની ઉજવણી પંથકની પોતાના પગ પર નિર્ભર ૬૦ મહિલાઓના હસ્તે દિપ પ્રગટાવી ને કરી હતી.