ગામડાની ત્રિપુટી ઈંગ્લીશ દારૂ નો જથ્થો મંગાવી સગેવગે કરે એ પૂર્વે પોલીસને ગંધ આવી જતા માલ ઠેકાણે પહોંચવા ના બદલે થાણે પહોંચી ગયો.

ટંકારા પોલીસ તાલુકા વિસ્તારમા નાઈટ પેટ્રોલીંગમા હતી એ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, ચોક્કસ નંબર ની ક્રેટા કાર દારૂ ના જથ્થા સાથે નેકનામથી નિકળી રોડ પરથી પસાર થઈ રહી છે.બાતમી મળતા પોલીસ કાફલો ડબલપટ્ટી રોડ પર કાળી ક્રેટા ની તલાસમમા ગોઠવાયો એ ટાંકણે જ હકિકત મુજબ કાર રોડ પર સડસડાટ પસાર થતા પોલીસે આંતરી રોકતા કાર મા ચાલક સહિત બે ઈસમો સવાર હોય તેઓને નીચે ઉતારી તલાસી લેતા ઈંગ્લીશ દારૂ નો જથ્થો મળી આવ્યો હતો. જેમા, ૩૧૮ નંગ વિદેશી શરાબની બોટલ ઉપરાંત, ૪૮ બિયર ના ટીન નો જથ્થો મળી આવતા પોલીસે કાર સહિત રૂપિયા ૭,૩૯,૯૩૦/- નો મુદ્દામાલ કબજે લઈ બંને શખ્સોને હિરાસતમા લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન દારૂના ધંધા સાથે અન્ય એક ઈસમ સંકળાયેલ હોવાથી પોલીસે ત્રણેય વિરૂધ્ધ ગુન્હો નોંધી ત્રીજા શખ્સ સુધી પહોંચવા કવાયત હાથ ધરી હતી.
ટંકારા પોલીસ ટીમ હાઈવે પર નાઈટ પેટ્રોલિંગમા હોય એ દરમિયાન પોલીસ ઈન્સપેકટર કૃણાલ છાસીયા ને સચોટ બાતમી મળી હતી કે, તાલુકાના આઉટ પોસ્ટ વિસ્તાર ના નેકનામ રોડ ઉપર કાળા કલરની ક્રેટા કાર નં. જીજે ૭ ડીજી ૨૧૯૨ દારૂનો જથ્થો ભરીને બે શખ્સો સાથે પસાર થઈ રહી છે. પોલીસને હકીકત મળતા પોલીસ કાફલો નેકનામ ડબલ પટ્ટી રોડ પર તૈનાત થઈ પહોંચ્યો એ ટાંકણે જ બાતમી વાળા નંબર ની કાર સડસડાટ પસાર થતા પોલીસે આંતરી અટકાવતા કાર મા ચાલક સહિત બે ઈસમો સવાર હોય બંને ને નીચે ઉતારી કાર ની તલાસી લેતા ક્રેટા કાર માથી ઈંગ્લીશ દારૂની ૩૧૮ બોટલ ઉપરાંત, ૪૮ બિયરના ટીન નો જથ્થો મળી આવતા પોલીસે કાર મા સવાર મેઘપર ના ઉદયસિંહ સહદેવસિંહ ઝાલા અને જોધપર ના કુલદીપસિંહ પ્રવિણસિંહ ઝાલા નામના બંને શખ્સોને ક્રેટા કાર સહિત કુલ રૂપિયા ૭,૩૯,૯૩૦/- ના મુદ્દામાલ સાથે સ્થળ પર થી પ્રોહિબિશન એક્ટ હેઠળ અટકમા લઈ પ્રાથમિક પુછતાછ કરતા દારૂનો જથ્થો સંઘરી વેચાણ કરવાના પ્રકરણમા વાંકાનેર તાલુકાના અગાભી પિપળીયા ગામ ના યોગીરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા નામના વધુ એક શખ્સની સંડોવણી બહાર આવતા પોલીસે યોગીરાજ ના કોલર સુધી પહોંચવા કવાયત હાથ ધરી હતી.