ટંકારા રઘુવંશીઓ આકરા પાણીએ…ફોન ઉપર માફી અસ્વિકાર્ય, જલાબાપાના ચરણે માથુ ટેકવી રૂબરૂ માફી થી ઓછુ નહીં ખપે ની જાહેરાત.

તાજેતરમા સ્વામીનારાયણ સંપ્રદાયના અમરોલીના સાધુ જ્ઞાનપ્રકાશ સ્વામી એ સૌરાષ્ટ્ર ના હિંદુ ધર્મના સંત જલારામ બાપા વિશે કરેલા વિવાદીત નિવેદનથી લોહાણા સમાજ ઉપરાંત, સમગ્ર હિંદુ સમાજ ના ધાર્મિક લોકોની લાગણી દુભાઈ હતી. અને સ્વામી વિરૂધ્ધ ભારે આક્રોશ ભભુકી ઉઠયો છે. એ સમયે ટંકારા રઘુવંશી યુવક મંડળે ભારે ઉકળાટ ઠાલવી ફોન થી માફી સ્વિકાર્ય ન હોય બફાટ કરનારા અજ્ઞાની સ્વામી વિરપુર ખાતે બિરાજમાન જલાબાપા ના શરણે રૂબરૂ આવીને માથુ ટેકવી માફી માંગે એવી માગણી કરી હતી.
ટંકારા ખાતે લોહાણા મહાજન ની યુવા પાંખ રઘુવંશી યુવક મંડળે તાકિદ ની બેઠક બોલાવી તાજેતરમા સ્વામીનારાયણ સંપ્રદાયના અમરોલીના સાધુ જ્ઞાનપ્રકાશે સંત જલારામબાપા વિરૂધ્ધ જ્ઞાન વગર કરેલ વિવાદીત નિવેદન થી રોષ વ્યક્ત કર્યો હતો. રઘુવંશી સમાજ ના ભાવિન સેજપાલે આક્રોશ ઠાલવતા જણાવ્યુ હતુ કે, સોરઠ, સૌરાષ્ટ્ર, ગુજરાત સહિત સમગ્ર દેશમા સંત જલારામ બાપા ના અનુયાયીઓ બાપા મા ભારે આસ્થા ધરાવે છે. જલારામ બાપા ના ભૂખ્યા ને ભોજન ના મંત્ર અનુસાર વિરપુરમા દર્શનાર્થે આવતા તમામ શ્રધ્ધાળુઓ ને ભોજન કરાવવાની પરંપરા અવિરતપણે ચાલુ રાખી માનવકલ્યાણ પ્રવૃત્તિ ને વેગ અપાઈ રહ્યો છે. વિશ્ર્વ મા એક જ મંદિર એવુ છે. જયા, બાપા ના ચરણે શીશ ઝુકાવવા આવનારા લોકો પાસેથી એકપણ રૂપિયો સ્વિકારવા મા આવતો નથી. તેમ છતા સેવાકાર્ય અવિરત ધમધમે છે. એ જ બાપા ના સત્ ની પ્રતિતી કરાવે છે.જ્યારે, સ્વામિનારાયણ સંપ્રદાયમા નાણા વગર મફત લાડુડી પણ મળતી નથી. એવા સંપ્રદાય ના સાધુ આવા બફાટ કરે એ બિલકુલ સાંખી લેવાય નહીં. ચારેકોરથી વિરોધ ઉઠ્યા બાદ દર મા લપાઈ ગયેલા શેતાન ફોન દ્વારા માફી માંગે એ રઘુવંશીઓને મંજુર નથી. વિવાદ છેડનારા જ્ઞાનપ્રકાશ ને અમો રઘુવંશીઓ અજ્ઞાની કહીએ છીએ. ચિરાગ કટારીયા, પ્રશાંત સેજપાલ, જય કક્કડ સહિતના રઘુવંશી યુવકોએ અજ્ઞાન સ્વામી ટેલિફોનિક નહીં રૂબરૂ વિરપુર ખાતે બિરાજમાન જલાબાપા ના શરણે માથુ ટેકવી માફી માંગે એવી માંગણી દોહરાવી હતી. અને જયા સુધી તેઓ રૂબરૂ નહીં આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે.એવી બેઠક ના અંતે જાહેરાત કરી હોવાનુ અક્ષય કટારીયા એ જણાવ્યુ હતુ.