ગામડાના પશુપાલક માલધારી ની ભેંસો સીમમા ચારો ચરી પાણીના ખાબોચિયા માં બેઠી અને વિજ કરંટ લાગ્યો.

ટંકારા તાલુકાના પ્રભુનગર (મિતાણા) ગામે ગામડાના માલધારી ના ઘરેલુ પશુ ભેંસો નુ ઝુંડ સીમમા ચારો ચરી ને ગામડાના પાદરમા આવેલા પાણીના ખાબોચીયા બેઠુ હતુ. એ ટાંકણે ઓચિંતા પાણીમા વિજ કરંટ લાગતા છ ભેંસ ના તરફડીને મોત થયા હતા. દુઝાણા પશુ (ભેંસ) ના વિજ કરંટ થી મોત નિપજતા પશુપાલક ભરવાડ પરીવારે વિજ તંત્ર ના પાપે આજીવિકા છીનવાઈ હોવાની રોકકળ કરી તંત્ર ને કોસી રહ્યો હતો.
ટંકારા તાલુકાના રાજકોટ હાઈવે ઉપર આવેલ મિતાણા ગામ માથી નવા બનેલા ખોબા જેવડા પ્રભુનગર ગામ ના કરમણ ગાંડુ નામના માલધારીએ પરીવાર નિર્વાહ કરવા ઘર આંગણે દુઝાળા પશુઓ રાખી દુધ નો ધંધો કરી રહ્યા હતા. આંગણે બાંધેલા પશુઓને રાબેતા મુજબ ગામડાની સીમમા ચારો ચરવા ખિલે થી છોડયા હતા. પાલતુ પશુ (ભેંસો) પણ સમજદાર હોય છે. ચારો ચરી સાંજ ઢળે એ પૂર્વે પોતાના ખિલે બંધાવા આવી જ જાય આ નિત્યક્રમ મુજબ બપોર ઢળી પરંતુ પોતાના આંગણેથી ગયેલી ભેંસો પરત વાળા મા ન આવતા કરમણ ભરવાડ ઢોર ની તપાસ મા જતા ગામડાના પાદરમા આવેલા પાણીના ખાબોચીયા મા તેની ભેંસો તરફડીને મોત ને ભેટી હોવાનુ જણાઈ આવતા તપાસ કરતા પાણીમાં ઉપરથી પસાર થતા વિજ પ્રવાહ માથી ક્યાંક થી વિજ કરંટ લાગતા પોતાની છ ભેંસો મોત ને ભેટી હતી. બનાવથી હતપ્રભ થયેલા માલધારી પરીવારે વિજ તંત્ર ના પાપે આજીવિકા છીનવાઈ ગયાની રોકકળ કરી વિજ તંત્ર ને કોસી રહ્યા હતા. બનાવ અંગે ઘર આંગણા ની દુઝાણી ભેંસો ના મોત ની રાવ ટંકારા પોલીસને કરાતા પોલીસે વિજ તંત્ર ને જાણ કરી હતી.
———————————————————————————-
વિજકરંટથી છ ભેંસના મોતના અહેવાલ મળ્યા છે: ઈજનેર
———————————————————————————-
ટંકારા તાલુકાના મિતાણા ગામે પાણીના ખાબોચીયા મા બેઠેલી ભેંસો ના મોત અંગે ટંકારા વિજ તંત્ર ના જુનીયર એન્જીનિયર એ.ડી.ભુવાનો સંપર્ક કરતા તેઓએ ઘરેલુ પશુ ભેંસો ના મોત ને પુષ્ટિ આપી જણાવ્યુ હતુ કે, પશુપાલક ની છ ભેંસ ના વિજ કરંટ થી મોત થયા ના વાવડ મળતા સ્ટાફ સાથે સ્થળ તપાસ કરી હતી. પરંતુ વિજ પ્રવાહ ક્યાં થી લિકેજ થયો છે એ હજુ જાણી શકાયુ નથી. આકસ્મિક બનાવની તપાસ ચાલુ છે. અકસ્માતે મોત ને ભેટેલી છ ભેંસ મા બે પાડી અને ચાર ભેંસ હોવાનુ જણાવ્યુ હતુ.