ટંકારાના જીવાપર ગામે ત્રણ મહિના પૂર્વે મંદિરે ફુલહાર કરી દુલ્હન લગ્ન ના બીજા જ દિવસે છનન થઈ હતી.

આજથી ત્રણેક મહિના અગાઉ હળવદ તાલુકાના ચરાડવા ના આધેડે ટંકારાના જીવાપર ગામની સીમમા આવેલ મંદિરમા માતાજીની સાક્ષીએ સોદા મુજબ રૂપિયા એક લાખ ચુકવી સગા સબંધી ની મધ્યસ્થી થી લગ્ન કર્યા હતા.જોકે, લુંટેરી દુલ્હન લગ્ન ના બીજા જ દિવસે સવારે સામાજીક વાયણા ની રસમ નિભાવવા ના બહાને પરત આવવાની હૈયાધારણા આપી ને છનન થઈ જતા પરણવાની લ્હાય મા લુંટેરી દુલ્હન નો ભોગ બન્યા નુ જ્ઞાન લાધતા ટંકારા પોલીસ નુ શરણ લઈ ફરીયાદ નોંધાવ્યો હતો. જે ગુન્હા મા નાસતી ફરતી મહિલા ને પોલીસે ટંકારામા ટહેલતી ઝડપી લીધી હતી. જોકે, પોલીસે અગાઉ દુલ્હન મહિલા સહિત બે ને પકડી પાડી જેલ હવાલે કર્યા હતા.
ગત ડિસેમ્બર મહિનામા સુરેન્દ્રનગર જીલ્લા ના હળવદ તાલુકાના ચરાડવા ગામના મુકેશ ડાયાભાઈ સોલંકી (ઉ.વ.૪૦) નામના આધેડે ટંકારા પોલીસમા ફરીયાદ નોંધાવી હતી કે, ધાંગધ્રા તાલુકાના પીપળા ગામે રહેતા પોતાના સગા મુકેશ જીવાભાઈ ચાવડાને પોતાના લાયક ઠેકાણુ બતાવવા કહેતા મુકેશે રાજકોટની જોસનાબેન થકી તુલસી ગોસાઈ નામની કન્યા સાથે મુલાકાત કરાવી લગ્ન માટે રૂપિયા એક લાખ મા પરણાવવા સોદો કરી ગત ૨૯ નવેમ્બરે ટંકારા તાલુકા ના જીવાપર ગામની સીમમા આવેલ મેલડી માતાજી ના મંદિરે માતાજી ની સાક્ષીએ ચાંદી નુ મંગલ સુત્ર અને ફુલહાર થકી લગ્ન કરાવી ત્યા જ લેતીદેતી ની નક્કી થયેલી એક લાખ રકમ ચુકવીને આધેડ પોતાની દુલ્હન સાથે પોતાના ગામ ચરાડવા આવી ગયા હતા. પરંતુ લગ્ન ના બીજા જ દિવસે સવારે કન્યા સામાજીક વાયણુ રસમ કરવા માવતરના ઘરે જવાનુ કહ્યા બાદ પરત ફરી નહોતી. અને મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરતા સાસરે અને વચેટીયા એ હાથ ઉંચા કરી દેતા પોતે લુંટેરી દુલ્હન નો ભોગ બન્યાનો અહેસાસ થતા ટંકારા પોલીસમા ફરીયાદ નોંધાવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી જે તે સમયે લુંટેરી દુલ્હન સહિત બે શખ્સોને ઝડપી લીધા હતા. જોકે, આ બનાવમા વચેટીયા ની ભૂમિકા ભજવનારી મૂળ ધ્રોલ તાલુકાના જાળીયા ગામની હાલ રાજકોટ ગોંડલ ચોકડી પાસે રહેતી જોસનાબેન ગુલાબભાઈ મકવાણા નામની પરીણીત મહિલા છેલ્લા ત્રણ મહિનાથી પોલીસ ને ચકમો આપી નાસતી ફરતી હતી. ગુરૂવારે જોસનાબેન ટંકારામા લટાર મારી રહ્યા ની ગંધ આવતા પોલીસ ઈન્સ્પેકટર કૃણાલ છાસીયાએ મહિલા કોન્સ્ટેબલ પુનમબેન પટેલ, નિજુબેન પટેલ સહિત સ્ટાફ સાથે નગર મા લટાર મારતી મહિલા ને બજારમા ટહેલતી મહિલા ને પકડી પાડી ફરીયાદી ની રકમ પૈકીના ૨૫ હજાર ની રોકડ કબજે લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.