મોરબી થી રાજકોટ જતા પોસ્ટમેનનું હીટ એન્ડ રનમાં મોત

Advertisement
Advertisement

મોરબીના રહેવાસી અને હાલ રાજકોટ કોઠારીયા બ્રાન્ચમા પોસ્ટમેનની નોકરી કરતા પોસ્ટમેન મોરબીથી રાજકોટ જતા હતા ત્યારે મોરબી રાજકોટ હાઇવે પર હડાળા ગામથી રતનપર ગામ તરફ જતા રસ્તે હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં અજાણ્યા કાર ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલક પ્રૌઢને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્રએ આરોપી કાર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરાવવા પોલીસ તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ મોરબીના કન્યા છાત્રાલય રોડ પર ધર્મવિજય સોસાયટી વિજયપરા શીવમ હાઇટ્સ 303માં રહેતા રાજેશભાઇ શીવલાલભાઇ સુરાણી (ઉ.વ.54) ગઇકાલે સવારે પોતાના ઘરેથી બાઇક લઇ નિત્યક્રમ મુજબ બાઇક લઇ રાજકોટની કોઠારીયા ગામે પોસ્ટની બ્રાન્ચે આવવા નીકળ્યા હતા. તે સમયે હડાળા ગામથી રતનપર ગામ તરફ આવતા પેટ્રોલપંપ નજીક તેના બાઇકને પુર ઝડપે આવેલા કારના ચાલકે ઉલાળતા રાજેશભાઇને ગંભીર ઇજા પહોંચી હતી અને તેમને 108 મારફતે હોસ્પિટલે લઇ જવાયા હતા. જયા તેમનુ સારવાર દરમિયાન મોત નીપજ્ય હતુ. રાજેશભાઇને સંતાનમાં બે પુત્ર છે. તેમજ પોતે બે ભાઇ એક બહેનમા નાના હતા તેઓ રાજકોટની કોઠારીયા બ્રાન્ચે આવેલ પોસ્ટ ઓફિસમાં પોસ્ટમેનની નોકરી કરતા હતા. તેઓના મોતથી તેમના પરિવારમાં શોક છવાયો છે. આ અકસ્માત મામલે કુવાડવા પોલીસ મંથકના પીએસઆઇ એ.એ. બ્લોચ અને સ્ટાફે મૃતકના પુત્ર મેહુલ (ઉ.વ.29)ની ફરિયાદ પરથી અજાણયા કારના ચાલક સામે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.