ટંકારા ના કલ્યાણપર ગામનો ધોરણ ૧૦ ના સોહમ નો ગત તા. ૭ મી એ અકસ્માત થયો હતો અને ઈજાગ્રસ્ત થતા પથારીમાં પડ્યો હતો છતા મજબુત મન ના તરૂણે મક્કમ મનોબળ થી બોર્ડ ની પરીક્ષા ઠુકરાવવા ને બદલે સ્વિકારી પેપર આપ્યુ.

સમગ્ર રાજ્યમા બુધવાર થી ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા નો પ્રારંભ થઈ ચુક્યો છે. પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપવા પહોંચેલા વિધાર્થીઓનુ પરીક્ષા કેન્દ્રો પર ફરજ બજાવતા શિક્ષકો અને કેન્દ્ર ની શાળા પરીવાર દ્વારા કુમકુમ તિલક કરી મોં મીઠા કરાવી સફળ થવાની શુભેચ્છાઓ પાઠવી ઉમળકાભેર સ્વાગત કરાઈ રહ્યુ હતુ એ ટાંકણે ટંકારા ની ઓરપેટ વિધાલય ખાતે હજુ પંદર દિવસ પૂર્વે અકસ્માતે ઈજાગ્રસ્ત થયેલો ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષા આપવા ગામડાનો એક છાત્ર પહોંચતા ઉપસ્થિત શૈક્ષણિક ક્ષેત્રે સંકળાયેલા સ્ટાફ ગણ અને પોલીસ પરીક્ષાર્થી તરૂણ ના હોંશલા થી પ્રભાવિત થયા હતા અને પરીક્ષા કક્ષ સુધી પહોંચાડી પેપર આપવાની વ્યવસ્થા કરી આપી હતી.
ટંકારા ખાતે તાલુકાના ધોરણ ૧૦ ના વિધાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવા પહોંચી રહ્યા હતા એ વખતે શિક્ષકો અને ફરજ પર તૈનાત પોલીસ સ્ટાફ તમામ વિધાર્થીઓ ને ઉમળકાથી વધાવી કોઈ મુશ્કેલી નો પડે અને બોર્ડ ના હાઉ થી બાળમાનસ તનાવમા ન આવે એની તકેદારી રાખી રહ્યા હતા એ ટાંકણે બેડ મા સુતો એક વિધાર્થી ઈજાગ્રસ્ત હાલતે પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપવા પહોંચ્યો હતો. શહેરની હાઈવે નજીક આવેલી ઓરપેટ વિધાલય કેન્દ્ર પર પિતા મુકેશભાઈ ના સહારે ધોરણ -૧૦ ની પરીક્ષા આપવા સોહમ દુબરીયા નામનો પરીક્ષાર્થી પહોંચતા ઉપસ્થિત ફરજ પર નો સ્ટાફ અચરજ સાથે તરૂણ ના મક્કમ મનોબળ થી પ્રભાવિત થયો હતો. અને પંદર દિવસ પૂર્વે બાઈક અકસ્માતે પગ સહિત શરીરે ઈજાગ્રસ્ત હોવા છતા એની મજબુત હામ અને ઈજા ના બહાને પરીક્ષા પાછી ઠેલવી નથી. પરંતુ હોંશભેર આપવાની સંપૂર્ણ સજ્જતા બતાવતા પરીક્ષા ફરજ પર તૈનાત સ્ટાફે તેને પથારી થી પરીક્ષા કક્ષ સુધી પહોંચાડી પેપર આપવાની વ્યવસ્થા કરી આપી હતી.