દારૂના નશામા ધુત થઈ ટંકારા હાઈવે પર સ્ટંટ કરનારા કાર ચાલક ને પોલીસે કાયદાનુ ભાન કરાવ્યુ.

Advertisement
Advertisement

મંગળવારે દિવસ દરમિયાન હાઈવે પર એક સ્વિફ્ટ કાર સર્પાકારે પસાર થઈ રહી હોય અને કાર ચાલક એક હાથે બહાર દારૂની બાટલી બતાવી પોતે છાકટો બની બિન્દાસ ડ્રાઈવ કરી રહ્યો હોય વિડીયો સોસીયલ મિડીયા મા ફરી રહ્યો હતો. દિવસભર આખા જીલ્લા મા લોકો વિડીયો જોઈ નફ્ફટાઈ ભરી હરકતો નિહાળી ફિટકાર વરસાવી રહ્યા હતા. જે ચલચિત્ર પોલીસે પણ નિહાળી બનાવની ગંભીરતા પારખી તાબડતોબ હરકત મા આવી કાર નો વિડીયો ટંકારા હાઈવે નો હોવાની ખાતરી કરી કાર નંબર પર થી નશાખોર ને ઝબ્બે કરી કાયદાના પાઠ ભણાવ્યા હતા.
મંગળવારે સમગ્ર જીલ્લામા સોશીયલ મિડીયા પર હાઈવે પર ડમડમ ચાલતી કાર અને ચાલક દારૂની બાટલી પી ઢીંગલી થયો હોવાનો વિડીયો ટોક ઓફ ધ ડિસ્ટ્રીકટ બન્યો હતો. જે મોબાઈલ પર પોલીસે પણ નિહાળી ટંકારા પોલીસ ઈન્સ્પેકટર કૃણાલ છાસીયાએ બનાવની ગંભીરતા પારખી તાબડતોબ વિડિયો નિરીક્ષણ કરી કાર રાજકોટ મોરબી હાઈવે પર ટંંકારા નજીક બારનાળા પાસે નો હોવાનુ જાણવા મળ્યુ હતુ. પોલીસને સર્પાકારે ડોલતી કારે એક આઈસર વાહન મા ઘુસી અકસ્માત સર્જ્યો હોવાની પણ જાણકારી મળી હોવાથી કાર નંબર જીજે ૩૬ એ એલ ૩૦૪૭ ફલિત થતા કારચાલક મોરબીના રણછોડ નગર વિસ્તારમા રહેતો જાવેદ ઈસ્માઈલ સૈચા વિરૂધ્ધ ગુનો નોંધી તેને ઝબ્બે કરી બીએનએસ એક્ટ ૨૮૧, ૩૨૪(૪) તથા એમવીએકટ ૧૭૭, ૧૮૪, ૧૮૫, ૩-૧૮૧ હેઠળ ધોરણસર ની કાર્યવાહી કરી ટ્રાફિક નિયમન નુ ભાન કરાવી હાઈવે પર ભય નો માહોલ સર્જવા સબબ કાયદાના પાઠ ભણાવ્યા હતા.