ટંકારા: બ્રહ્માકુમારીઝ દ્વારા ૨૧૦૦ શ્રીફળની ૧૫ ફુટ ઉંચી  શિવલિંગ બનાવી દર્શનાર્થે ખુલ્લી મુકાઈ.

Advertisement
Advertisement
હિંદુ ધર્મ મા મહાશિવરાત્રી પર્વ નુ મહત્વ વિશેષ હોય છે. કારણકે, દેવાધિદેવ મહાદેવ નુ સ્થાન ઉંચુ ગણાવાયુ છે.  મહાશિવરાત્રી પર્વ અંતર્ગત ટંકારામા કાર્યરત બ્રહ્માકુમારીઝ કેન્દ્ર દ્વારા ૨૧૦૦ શ્રીફળ ના ૧૫ ફુટ ઉંચી શિવલિંગ બનાવીને શિવ મહોત્સવ ઉજવણી નિમિત્તે લોકો ના દર્શનાર્થે ખુલ્લા મુકાયા છે. અહીંયા શિવલિંગ પાસે કુંભકર્ણ નુ પુતળુ પ્રદર્શન મા બનાવી મુકાયુ છે. જે વર્તમાન સમયે ધર્મ ગ્લાનિ થી અજ્ઞાન રૂપી નિદ્રા મા પોઢેલા લોકોને જ્ઞાનરૂપી માર્ગે વાળવા નો સંદેશો આપવા કુંભકર્ણ શો થી પ્રકાશ પાડવા પ્રયાસ કરાયો હોવાનુ જણાવાયુ હતુ.
ટંકારા ખાતે જીવાપરા વિસ્તારમા કાર્યરત બ્રહ્માકુમારીઝ કેન્દ્ર દ્વારા મહાશિવરાત્રી પર્વ અંતર્ગત ભગવાન શિવજી મહોત્સવ ઉજવવા આયોજન કરવામા આવ્યુ છે. જેમા, ગત ગુરૂવારે શહેરના રાજમાર્ગો ઉપર શિવ સંદેશ રેલી યોજી લોકો ને વિશ્ર્વ શાંતિ અને ધર્મ સંસ્કૃતિ તરફ વળવાનો સરાહનીય સંદેશો પાઠવવામા આવ્યો હતો. ઉપરાંત, શહેરના હાઈવે કાંઠે વસેલી ઈન્દ્રપ્રસ્થ સોસાયટી ખાતે આગામી તા.૨૪ થી ૨૬ દરમિયાન ત્રિદિવસીય આધ્યાત્મિક પ્રદર્શની મેળા નુ આયોજન કરાયુ છે. કેન્દ્ર દ્વારા મહાશિવરાત્રી પર્વ અંતર્ગત ૨૧૦૦ શ્રીફળ ના ૧૫ ફુટ ઉંચી શિવલિંગ બનાવીને તા. ૨૪ થી ૨૬ સુધી લોકોના દર્શનાર્થે રેખા દીદી અને ભગવતી દીદી ના હસ્તે ખુલ્લા મુકાયા છે. આ પ્રસંગે, દલુભાઈ બોડા, ગૌતમ વામજા, હસુ દુબરીયા,ભાવિન સેજપાલ સહિતના અનેક ઉપસ્થિત રહ્યા હતા. અહીંયા શિવલિંગ પાસે કુંભકર્ણ પુતળુ બનાવી પ્રદર્શન રૂપે મુકાયુ છે. જેના થકી ધર્મ ગ્લાનિ સમયે અજ્ઞાન રૂપી નિંદ્રાધીન અવસ્થામા પોઢેલા લોકોને જ્ઞાનરૂપી માર્ગે વાળવા જ્ઞાન અમૃત પિવડાવી ધર્મ તરફ વાળવા પ્રયાસ કરવામા આવ્યો છે. મહાશિવરાત્રી એ સવારે ૯ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી શિવ દર્શન અને સાંજે ૭ વાગ્યે મહા આરતી નો ધર્મ લાભ લેવા લોકોને અનુરોધ કરાયો છે.