
ટંકારા પોલીસ સ્ટેશન ખાતે મહિલા અને બાળાઓને સુરક્ષા સેતુ સોસાયટી હેઠળ ઓરપેટ વિધાલય ખાતે યોજાયેલી તાલીમનો સમાપન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વિધાર્થિનીઓને સ્વરક્ષણ ટેકનીક અને કરાટે સહિતની સ્વરક્ષણની તાલીમનુ નિદર્શન અને પોલીસ કાયદાની રખેવાળી કેવી રીતે કરે છે? સહિતની માહિતી અધ્યયન કરતી બાળાઓને આપવામા આવી હતી.

યુવતીઓ, મહિલાઓ પોતે કઈ રીતે સેલ્ફ ડિફેન્સ દ્વારા આકસ્મિક સંજોગોમા લફંગા ની ચુંગાલથી બચી શકાય એ માટે ગૃહ મંત્રાલય દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત અવારનવાર કાર્યક્રમો યોજાઈ છે. એ મુજબ ટંકારા ખાતે પોલીસ દ્વારા ઓરપેટ વિધાલય ખાતે ૧૫ દિવસ ની સ્વરક્ષણ તાલીમ યોજાઈ હતી. જેનો સમાપન સમારોહ ટંકારા પોલીસ સ્ટેશન ના પટાંગણમા નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાના વડપણ હેઠળ યોજાયો હતો. જેમા, જી.પં.સામાજીક ન્યાય સમિતિ ના ચેરમેન પતિ અશોકભાઈ ચાવડા, તા.પં. પ્રમુખ પ્રતિનિધિ તરીકે વસંતભાઈ માંડવીયા, કિરીટભાઈ અંદરપા, જીતેન્દ્રભાઈ ગોસરા, નિવૃત્ત આર્મીમેન, અનેક શાળાઓના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમા વિધાર્થિનીઓ દ્વારા કરાટે ટેકનીક અને સ્વરક્ષણ માટે યુવતીઓએ દુપટ્ટો માત્ર શરીર ને વિંટાળીને રાખવા માટે નથી. પરંતુ સંકટ સમયે એનો ઉપયોગ સ્વ રક્ષણ કરવા કેવી રીતે કરી શકાય એ કરતબો નુ નિદર્શન કર્યુ હતુ. આ પ્રસંગે પોલીસ ઈન્સપેકટર કૃણાલ છાસીયા સહિતના જીલ્લાના જુદા જુદા પોલીસથાણાના અમલદારો એ પોલીસ કાયદાની રખેવાળી કેવી રીતે કરે છે અને પોલીસ ની કામગીરી થી વાકેફ કરવા ઉપરાંત, થાણામા હથીયાર પ્રદર્શન યોજી ઉપસ્થિત બાળાઓ, યુવતીઓ, વિધાર્થિનીઓ ને પોલીસ સ્ટેશન ની મુલાકાત કરાવી વિસ્તૃત સમજ આપી હતી.અંતિમ તબક્કામા બાલ્યાવસ્થામા મા-બાપ,પરિવારની છત્રછાયા ખોઈ ચુકેલા બાળકોને સ્કુલ બેગ કીટ ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે એનાયત કરી ફરજમા કરડાકી દાખવનારી પોલીસ સંવેદન હોવાની પ્રતિતી કરાવી હતી.