ટંકારા: મહર્ષિ ની જન્મભૂમિમા મહાશિવરાત્રીએ ત્રિદિવસીય ઋષિ બોધોત્સવ ઉજવાશે.

Advertisement
Advertisement
મહા શિવરાત્રી એ ચાર પ્રહર પુજા દરમિયાન શિવમંદિરે બાળ દયાનંદ ને બોધ પ્રાપ્ત થયાનુ માની આર્યસમાજીઓ ૧૯૬૦ થી બોધોત્સવ ઉજવે છે.
આગામી તા.૨૬ મી એ મહાશિવરાત્રી પર્વએ મહષિઁ  દયાનંદ સરસ્વતીની જન્મભૂમી ટંકારા ખાતે આર્યસમાજ દ્વારા ત્રિ દિવસીય ૠષિ બોધોત્સવ ઉજવાશે. આ પ્રસંગે રાજયપાલ ખાસ ઉપસ્થિત રહેશે. આર્યધર્મ દ્વારા ઉજવાતા ત્રિદિવસીય બોધોત્સવ પ્રસંગે ૭ કીમી ની મેરેથોન દોડ ઉપરાંત, વૈદિક ધર્મ ની આહલેક જગાવતી અને મહર્ષિ ગાથા રજુ કરતી શોભાયાત્રા, આર્ય સભા, શ્રધ્ધાંજલી સભા સહિતના અનેક કાર્યક્રમો યોજાશે.
મહાશિવરાત્રી પર્વ એટલે હિંદુ સમાજ માટે ભગવાન શિવજીની આરાધના કરવાનો અનેરો મહિમા છે. મહા શિવરાત્રીના દિવસે શિવ ભક્તો આખો દિવસ શિવ પુજા અર્ચના કરી શિવભક્તિ કરે છે. જ્યારે, રાત્રે શિવભક્તો મહાદેવ મંદિરે ચાર પ્રહરની પુજા આરાધના કરે છે. કહેવાય છે કે, આશરે બસો વર્ષ પૂર્વે મહાશિવરાત્રીની ચાર પ્રહરની પુજા અર્ચના દરમિયાન બાળ દયાનંદ ( મૂળશંકર) પિતા સાથે શિવમંદિરે ચાર પ્રહરની પુજા અર્ચના કરવા પહોંચ્યા હતા. પરંતુ એ વખતે મધ્યરાત્રીએ બધા બ્રાહ્મણો બે પ્રહાર પૂર્ણ કરી મંદિરના પ્રાંગણમા સુતા હતા એ દરમિયાન શિવલિંગ ઉપર ભગવાનને ચડાવાયેલ અક્ષત (ચોખા) સહિત નો ભોગ આરોગવા ઉંદર શિવલિંગ ઉપર ચડતા ચંચળ મનના બાળક મુળશંકરના મનમા પથ્થરના શિવલિંગ સ્વરૂપના શિવ મા જીવ નથી એવા વિચારો ઘુમરાયા બાદ માત્ર બાર વર્ષની ઉંમરે બાળક મુળશંકર ઘર પરીવાર વતન છોડી સાચા શિવ ની શોધમા નિકળી પડ્યા હતા. અને ભારત ભ્રમણ કરી સમય જતા  ધાર્મિક ક્ષેત્રે પ્રવર્તતી અંધ્ધ શ્રધ્ધા, સતિપ્રથા, બાળવિવાહ, વિધવા પુનર્લગ્ન પ્રથાની પાબંદી નો વિરોધ કરી સામાજીક અને ધાર્મિક ક્ષેત્રે આમુલ પરીવર્તનો સર્જી મૂળશંકર માથી મહર્ષિ દયાનંદ સરસ્વતીનુ સન્માન મેળવી સામાજીક અને ધાર્મિક ક્ષેત્રે ક્રાંતિકારી સંત મહર્ષિ તરીકે ખ્યાતિ મેળવીને ૧૮૭૫ મા સૌ પ્રથમ મુંબઈ મા આર્યસમાજ સ્થાપી વેદ અને વૈદિક ધર્મ ની આહલેક જગાવવા આર્ય ધર્મ સ્થાપ્યો હતો. અને આર્ય ધર્મ થકી સમાજ ને વેદ તરફ પાછા વળો ના સુત્ર સાથે વૈદિક ધર્મ નો મર્મ, હિંદુ શાસ્ત્ર ના વેદ ના મહિમા તેના અર્થ અને સાચા શાસ્ત્રો વેદ ની તાકાત સમજાવી સત્યાર્થપ્રકાશ ગ્રંથ ની રચના પોતે કરી હતી. સમય વિતતા દયાનંદજીની જન્મભૂમિ ટંકારામા ૧૯૬૦ મા આયઁસમાજ સંસ્થા શરૂ થઈ હતી. સ્થાપના સમયથી આર્યસમાજ દ્વારા દયાનંદ જન્મભૂમિ મા આયઁવિચારકોની ઉપસ્થિતીમા મહષિઁ દયાનંદને શિવમંદિરમા બોધ મળ્યાનુ માનીને ૠષિબોધોત્સવ ઉજવવામા આવે છે. જે અંતગઁત દેશભરમાથી વૈદિકધમઁને માનનારા આયઁસમાજી ઓ મહષિઁ દયાનંદની જન્મભૂમિ ટંકારા ખાતે ઉમટી પડે છે. આ વર્ષે પણ આગામી ૨૬ મી એ મહાશિવરાત્રી પર્વે ત્રિદિવસીય ઋષિ બોધોત્સવ ઉજવવા માટે આયોજન કરવામા આવ્યુ છે. જેમા, ગુજરાત ઉપરાંત, દિલ્હી, હરીયાણા, ચંદીગઢ, પંજાબ, રાજસ્થાન, દહેરાદુન સહિતના અનેક પ્રાંત માથી આર્ય વિચારકો ઉમટી પડવાની ધારણા છે.  આ વેળાએ પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા ઉપરાંત, આર્યસમાજ સાથે જોડાયેલા પૂનમ સુરી, યોગેશ મુંજાલ, સુધીર મુંજાલ, વિનય વેદાલંકાર સહિતના અનેક પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહેશે.
—————————————————————————
મહર્ષિ બોધોત્સવ કાર્યક્રમની રૂપરેખા
—————————————————————————-
તા. ૨૪ : મળસ્કે પાંચ થી છ વાગ્યા દરમિયાન
વૈદિક ગુરૂકુળ ભુજ ના સ્વામી શાંતા નંદજી દ્વારા
યોગ અને સ્વાસ્થ્ય સત્ર, મહાવિદ્યાલય ના બ્રહ્મચારી શિષ્યો ના કાર્યક્રમ
તા. ૨૫ : વહેલી સવારે ૫ થી ૬ યોગ અને સ્વાસ્થ્ય સત્ર
સવારે ૬ વાગ્યે દયાનંદ ગાથા રજુ કરતી નગરના મુખ્ય માર્ગો પર પ્રભાતફેરી તથા સવારે સાત કિ.મી.ની મેરેથોન દોડ નુ આયોજન કરવામાં આવ્યુ છે. રાત્રે મહર્ષિ દયાનંદ સરસ્વતી ના જીવન અને આર્યસમાજ ના કાર્યો આધારીત સિંગર હેમંત જોષી નો લાઈવ પ્રોગ્રામ યોજાશે.
તા.૨૬ : ઓમ્ ધ્વજારોહણ અને બોધોત્સવ ના મુખ્ય દિવસ મહા શિવરાત્રી સંસ્થાના પ્રાચાર્ય રામદેવ શાસ્ત્રીજીના આચાર્ય પદે ૨૦ મી ફેબ્રુઆરી થી પ્રારંભ થયેલા ઋગ્વેદ વૈદિક પારાયણ યજ્ઞની પૂર્ણાહૂતિ રાજકોટ હાઈવે પર આવેલ જ્ઞાન જ્યોતિ તિર્થ સ્થાન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ના યજમાન પદે સંપન્ન થશે. અહીંયા નવનિર્માણ થતા તિર્થ સ્થાન શિલાન્યાસ સમારોહ રાજ્યપાલ ના હસ્તે કરાશે. ત્યારબાદ વૈદિક ધર્મ ની આહલેક જગાવતી ઋષિ દયાનંદના સત્કાર્યો ઉજાગર કરતી ભવ્ય શોભાયાત્રા શહેરના રાજમાર્ગો ઉપર પસાર થશે. જે દયાનંદ જન્મ ઘર થી જયા દયાનંદજીને બોધ પ્રાપ્ત થયો હતો એ ટંકારાના મુખ્ય પ્રવેશદ્વાર પાસે આવેલ જુના બસસ્ટેન્ડ નજીક શિવમંદિર (કુબેરનાથ મહાદેવ મંદિર) પૂર્ણ થશે. બીજા સેશનમા શ્રધ્ધાંજલી સભા યોજાશે. આચાર્ય દેવવ્રત શ્રધ્ધાંજલી સભામા ખાસ ઉપસ્થિત રહેશે.