મોરબીના ભડીયાદ ગામે કારખાનામાં છાપરા પરથી પટકાતાં યુવકનું મોત

Advertisement
Advertisement

મોરબી તાલુકાના ભડીયાદ ગામની સીમમાં આવેલ મીલીનીયમ વીકટીફાઇટ કારખાનામાં છાપરા ઉપર પતરા ચડાવતી વખતે નીચે પટકાતા યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપરમા રહેતા દિનેશભાઇ લઘુભાઇ વરાણીયા (ઉ.વ.૪૩) રહે. ત્રાજપર તા.જી.મોરબીવાળા વાળાને મીલીનીયમ વીકટીફાઇટ કારખાનામાં છાપરમાં ઉપર પતરા ચડાવતાં અકસ્માતે પડી જતાં ઇજા થતાં સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવતાં ફરજ પરનાં તબીબે તપાસી યુવકને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.