ટંકારા: નેકનામ રોડ પર બોલેરો એ બાઈક ચાલક ને ફંગોળતા પરપ્રાંતિય શ્રમિક નુ મોત.

Advertisement
Advertisement
ખેતમજુરી કામ કરતો આશાસ્પદ શ્રમિક બાઈક પર હમીરપર થી નેકનામ ગામે ખરીદી કરવા ગયો અને રોડ પર બોલેરો એ બાઈક ચાલક ને હડફેટે લેતા પરપ્રાંતિય શ્રમિક મોતને ભેટ્યો.
ટંકારા તાલુકાના નેકનામ રોડ ઉપર પસાર થતા બાઈક ને બોલેરો પીકઅપ વાહને હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમા બાઈક ચાલક પરપ્રાંતિય ખેતમજુર યુવાનનુ અકસ્માતે ગંભીર ઈજા થતા મોત નિપજયુ હતુ. પોલીસે અકસ્માત ના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
ટંકારા તાલુકાના હમીરપર ગામના ખેડુત ને ત્યા ખેતમજુરી કામે જોતરાયેલા મૂળ મધ્યપ્રદેશ રાજ્યનો છવીસ વર્ષિય સુરસિંહ નામનો પરપ્રાંતિય ખેતમજુર ખેતરેથી કોઈ કામ સબબ નજીક ના નેકનામ ગામે બાઈક લઈને હાઈવે પર નિકળ્યો હતો. એ વખતે સામેથી પુરપાટ ઝડપે આવતી બોલેરો પીકઅપ વાહને બાઈક ને હડફેટે લઈ રોડ પર પટકી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતે ગંભીર ઈજા પામેલા બાઈક ચાલકને ટંકારા હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ ત્યા સુધીમા પરપ્રાંતિય ખેતમજુર નુ પ્રાણ પંખેરૂ ઉડી ગયા નુ ફરજ પર ના ડોક્ટરે જાહેર કરતા મૃતક ખેતમજુર ના ધ્રોલ તાલુકાના રોજીયા ગામે ખેતમજુરી કરતા ભાઈ ભુનાભાઇ ધનસિંહ કલેસે ટંકારા પોલીસમા પોતાનો ભાઈ નજીકના ગામડે બાઈક પર ખરીદી કરવા જતા બોલેરો ચાલકે બાઈકને હડફેટે લઈ અકસ્માત સર્જતા બોલેરો ચાલક વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી હતી.