ટંકારા: હરબટીયાળીના શિક્ષિકાએ મુળાક્ષરો ને સ્વકંઠે લયમા ગાઈ ગમ્મત સાથે ભૂલકાઓને માતૃભાષા નો મર્મ સમજાવ્યો 

Advertisement
Advertisement
માતૃભાષા દિવસ અંતગર્ત ગુજરાતી ભાષા જીવંત રાખવા બાળ દેવો પાસે પાઠ્યપુસ્તકો પુજન કરાવ્યુ.
ટંકારા ના નાનકડા હરબટીયાળી ગામે આવેલી પ્રાથમિક શાળા ના શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ગીતાબેન સાંચલા એ વિશ્ર્વ માતૃભાષા દિવસ નિમિત્તે શાળામા ભણતા ધો ૧-૨ ના પાયાના ભૂલકાઓને માતૃભાષા શુ છે? એ સમજાવવા પાઠ્યપુસ્તકો નુ પુજન કરાવી પાયા ના મુળાક્ષરો થકી જ માતૃભાષા ને ઓળખી શકાય છે. એ જ્ઞાન રમતા ગાતા અને ગમ્મત સાથે જ્ઞાન સંસ્કાર મેળવે એ હેતુથી અભ્યાસ ના ગુજરાતી પુસ્તકો સાથે ધાર્મિક વૃત્તિ પણ જળવાઈ રહે એવા ઉદ્દેશથી ભણતા ભણતા પુજન અને પઠન કરાવ્યુ હતુ.
ટંકારા તાલુકાના રાજકોટ હાઈવે પર આવેલા નાનકડા હરબટીયાળી ગામે ગામડાના પાદરમા આવેલી પ્રાથમિક શાળા મા શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ગીતાબેન સાંચલા એ માતૃભાષા દિવસ અંતગર્ત વર્તમાન શિક્ષણના ફાસ્ટ યુગમા કેળવણી મહત્વની હોવા સાથે ભૂલકાઓ માતૃભાષા નુ મહત્વ સમજતા થાય અને પાયા ના મુળાક્ષરો થકી માતૃભાષા ને ઓળખતા થાય અને અભ્યાસ સાથે રમતા ગાતા ગમ્મત સાથે જ્ઞાન સંસ્કાર મેળવે એ હેતુથી અભ્યાસ ના ગુજરાતી પાઠ્યપુસ્તકોનુ શાળામા ભૂલકાઓ પાસે પુજન કરાવી શાળા મા  ભૂલકાઓ કંટાળ્યા વગર ભણતા રહે તો પાયો વધુ મજબુત થાય એટલે કક્કો, બારાક્ષરીના મૂળાક્ષરો ને મા શારદા બની શિક્ષકાએ જાતે ગાયા હતા.જેમા, ભજન, છંદ અને લોકગીત ની  લય મા કક્કો ગવડાવી વિધાર્થીઓ ને માતૃભાષા નો મર્મ સમજાવી માતૃભાષા દિવસની ભૂલકાઓ સાથે ભણતા રમતા ઉજવણી કરી અંતિમ તબક્કામા પ્રસાદ વિતરણ કરી બાળ દેવો ના મોં મીઠા કરાવ્યા હતા.