ટંકારામા શહીદ સ્મારક સ્તંભ ઉખેડી ફેંકી દેવા મુદ્દે થયેલી તપાસથી અરજદાર નારાજ, ફરી તપાસ ના આદેશ છુટ્યા.

Advertisement
Advertisement
દોઢ વર્ષ પૂર્વે શહીદોની યાદ જીવંત રાખવા વવાયેલા વૃક્ષો અને સ્મારક સ્તંભ ઉખેડી ફેંકી દેવાયુ છતા તંત્ર હજુ સ્પષ્ટતા કરવામાં કોની લાજ કાઢે છે? વિવાદીત જમીનની તપાસ યોગ્ય દિશામાં ન હોવાની લેખિત રજુઆત બાદ ફરી તપાસ કરી અહેવાલ આપવા કલેકટર નો આદેશ.
ટંકારા તાલુકા પંચાયત કચેરી સામે જ આવેલી સરકારી જમીન પર દોઢ વર્ષ પૂર્વે સરકારી અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્ર ના શહિદ થયેલા નરબંકા ઓની યાદ ને કાયમ જીવંત રાખવા વૃક્ષારોપણ અને શહિદ શીલા ફલક ઉભો કરાયા બાદ હાલ, સ્તંભ કે દોઢ વર્ષ પૂર્વે વવાયેલા વૃક્ષો નુ નિકંદન કાઢી નંખાયુ હોય વૃક્ષોનુ અસ્તિત્વ ન હોવાથી રાષ્ટ્રના વિર શહીદોની સ્મૃતિ માટે યોજાયેલ કાર્યક્રમ ના શહિદ સ્તંભ પણ સલામત ન હોવાનો મુદ્દો છેડી ટંકારાના યુવાને સ્થાનિક તંત્ર થી માંડી રાજ્યના મુખ્યમંત્રી સહિતના ઓને પત્ર પાઠવી શહીદોનુ માન જાળવવા અને શહીદ સ્તંભ અને વૃક્ષો નુ નિકંદન કાઢનારાઓ સામે પગલા લેવા માંગણી કરતા ઉપર થી છુટેલા તપાસના આદેશ ને પગલે સ્થાનિક તંત્રે કરેલી તપાસમા શીલા ફલક ઉખાડી ફેંકાયા ના ચિત્રો અને ચિન્હો સ્પષ્ટ થયા હતા.પરંતુ જયા શહીદ શીલા ફલક ઉભો કરાયો હતો. એ સ્થળ સરકારી જમીન હતી કે ખાનગી માલિકીની એ સ્પષ્ટ થતુ ન હોવાનો મોકલાયેલા અહેવાલ થી નારાજ થયેલા અરજદારે કલેક્ટર સમક્ષ ફરી યોગ્ય કાર્યવાહી કરવા લેખિત રજુઆત કરતા ફરી થી સ્પષ્ટતા સાથે સ્થળ તપાસ કરવા કલેક્ટરે આદેશ કરતા આ મુદ્દો ભારે ગરમાયો હોય પંથકમા ભારે ખળભળાટ મચ્યો છે.
રાજ્યભરમા સરકારી જમીન સલામત ન હોવાના કિસ્સાઓ રોજબરોજ અખબારોની સુરખી બનતા જોવા મળે છે. આવો જ કિસ્સો ટંકારામા છેલ્લા પોણા મહીના થી ભારે ચર્ચામાં છે. ટંકારાની લતીપર ચોકડી થી માત્ર ૫૦૦-૭૦૦ મીટર દુર લતીપર રોડ ઉપર વોકળા કાંઠે તાલુકા પંચાયત નજીક જ સર્વે નંબર ૭૩૧ ની સરકારી જમીન આવેલી છે. આ જમીનમા મોટાભાગની જમીન સાથણી થયેલી છે. એ પૈકી ની ખુલ્લી પડેલી જમીન ઉપર ગત તા. ૧૦/૮/૨૩ ના આઝાદી ના અમૃત મહોત્સવના સરકારી કાર્યક્રમ પ્રસંગે ટંકારાના તત્કાલીન ટીડીઓના સીધા માર્ગદર્શન હેઠળ રાષ્ટ્ર ની સુરક્ષા કાજે શહિદ થયેલા શહિદ વીર નરબંકાઓ ની યાદ કાયમ લોકહૃદયમાં જીવંત રહે એ માટે આ સરકારી જમીન પર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. અને અહીંયા જ કેન્દ્ર સરકાર આયોજીત મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ હેઠળ શહીદોની સ્મૃતિ સાથે કળશ યાત્રા વખતે વીર શહીદોના શીલા ફલક સ્તંભ ટંકારાના તત્કાલીન સરપંચ ઉપરાંત, અનેક આગેવાનો અને દેશના સિમાડા ની સુરક્ષા કરતા જવાન સૈનિકો ની ઉપસ્થિતિ મા ઉભો કરાયો હોવાના ફોટા સાથે ટંકારાના જાગૃત નાગરીક રમેશ રબારી નામના યુવાને સ્થાનિક તંત્ર થી માંડી રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રી સહિતનાઓને પત્ર પાઠવી રાષ્ટ્રના જાગૃત સૈનિક તરીકે રાવ કરી શહીદોની યાદ લોક હ્યદય મા જીવંત રાખવા ના ડીઆરડીઓ ના પત્ર થી અમૃત મહોત્સવ અંતર્ગત ૭૫ વૃક્ષો નુ રોપણ કરવા જણાવાયુ હોવાથી ૫૦ જેટલા વૃક્ષો નુ રોપણ કરવા મા આવ્યુ હતુ. પરંતુ હાલ સ્થળ પર શહીદોના શીલા ફલક કે વૃક્ષોનુ અસ્તિત્વ ન હોય કોઈએ ઉખેડી ફેંકી દીધુ હોય તે ગંભીર બાબત ગણાવી ટંકારાના જાગૃત યુવાન રમેશ રબારી એ રાષ્ટ્ર માટે બલિદાન આપનારા દેશના શહીદ વિર નરબંકાઓ પણ સલામત ન હોવાનો મુદ્દો ઉઠાવી શહીદો નુ સ્મારક સમુ શીલા ફલક અને વૃક્ષો નુ નિકંદન કાઢનારાઓ સામે રાષ્ટ્રદ્રોહ નો ગુન્હો નોંધી દાખલારૂપ કાર્યવાહી હાથ ધરવા સ્થાનિક તંત્ર થી માંડી મુખ્યમંત્રી સુધી ફરીયાદ કરતા મુખ્યમંત્રી કાર્યાલયે થી તપાસના આદેશ છુટ્યા બાદ વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાયેલી તપાસમા જયા વૃક્ષારોપણ અને શીલા ફલક ઉભુ કરાયુ હતુ એ સ્થળ પર વૃક્ષોનુ અસ્તિત્વ મળ્યુ ન હતુ. પરંતુ શીલા ફલક પણ ઉખેડી ફેંકી દેવાયા ના ચિત્રો અને ચિન્હો ના ફોટાઓ સોશીયલ મિડીયા મા ફરતા થયા હતા. જોકે, સ્થાનિક તંત્રની તપાસ અહેવાલ અંગે ફરીયાદી રમેશ રબારી એ કલેકટર સમક્ષ તપાસ યોગ્ય દિશા મા ન હોવાની રજુઆત કરી અસંતોષ વ્યક્ત કરતા આ મામલે ખુદ કલેક્ટર અને નિવાસી અધિક કલેકટર પણ સ્થાનિક તંત્ર ની તપાસ થી નાખુશ થયા હતા. અને કલેક્ટરે ફરી થી જમીન ની માલિકી કોની એ સચોટતા તપાસી ફરી રી તપાસ ના આદેશ કરતા ફરી આ મુદ્દો ગરમાયો છે.
—————————————————————————
આજથી દોઢ વર્ષ પૂર્વે યોજાયેલા સરકારી કાર્યક્રમ મા  વૃક્ષારોપણ અને શહીદ સ્તંભ ના ફોટા સહિતના પુરાવાઓ કાર્યક્રમ યોજાયાની ચાડી ખાઈ રહ્યા છે.ત્યારે ફરીયાદ કરનાર યુવાનની ફરીયાદ નર્યુ જુઠાણુ નથી એ હકીકત જગજાહેર છે જ. તેમ છતા સ્થાનિક તંત્રે કલેકટર ને મોકલેલા રીપોર્ટ મા જમીન સરકારી છે કે ખાનગી માલિકીની એ મુદ્દો સ્પષ્ટ થતો ન હોવાનો અહેવાલ મોકલતા ફરીયાદી રમેશ રબારી નારાજ થઈ કલેક્ટરને રૂબરૂ મળીને તપાસ યોગ્ય દિશામાં ન હોવાની લેખિત રજુઆત કરતા કલેકટર પણ અહેવાલ થી નારાજ થયા હોવાનુ ફરીથી સ્પષ્ટ તપાસ કરી અહેવાલ કરવાના આદેશ પર થી જણાઈ રહ્યુ છે. શહીદ સ્મારક સ્તંભ મુદ્દો છેડનારા ફરીયાદી જાગૃત યુવાને શહીદોના શીલા ફલક (સ્તંભ) ઉખેડનારાઓ સામે રાષ્ટ્ર દ્રોહ નો ગુન્હો દાખલ ન થાય ત્યા સુધી લડવા મક્કમ હોવાનુ જણાવ્યુ હતુ.