લજાઈના ભીમનાથ મંદિર ખાતે મહંત સોહમદત્ત બાપુની રક્તતુલાનુ આયોજન

Advertisement
Advertisement

ટંકારા તાલુકાના લજાઈ ગામના સંતશ્રી અને લજાઈ ગૌશાળાના આદ્યસ્થાપક અને ભીમદેવ મહાદેવ મંદિરના મહંત શ્રી સોહમદત બાપુની તા. ૨૬ ફેબ્રુઆરીને બુધવારે મહાશિવરાત્રીના રોજ રક્તતુલાનુ આયોજન કરવામાં આવ્યું છે.

આ રક્તદાન કેમ્પની શરુઆત સવારે ૭:૩૦ કલાકેથી કરવામાં આવશે. એકત્ર થયેલ રક્તથી સોહમદત્ત બાપુની રક્તતુલા કરવામાં આવશે અને ત્યારબાદ આ રક્ત અમદાવાદ સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં અર્પણ કરવામાં આવશે. ત્યારે સ્વૈચ્છિક રીતે આ રક્તદાનમાં જોડાવવા અને મહાપ્રસાદનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવેલ છે.