મોરબીમાં મહિલાએ પાંચમા માળેથી પડતું મૂકી કર્યો આપઘાત

Advertisement
Advertisement

મોરબીના પંચાસર રોડ પર મુનનગર ચોકમા ઉમા ટાવર વૃષભ સોસાયટીમાં રહેતા મહિલાએ બીમારીથી કંટાળી પાંચમા માળેથી પડતું મુકતાં શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા મહિલાનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ પર મુનનગર ચોકમા ઉમા ટાવર વૃષભ સોસાયટીમાં રહેતા ઉર્મીલાબેન નીતીનભાઇ અઘારા (ઉ.વ.૪૫) એ માનસિક બીમારીથી કંટાળી પોતાની જાતે પોતાના રહેણાંક ફ્લેટના પાંચમા માળના ધાબા પરથી નીચે પડતુ આપઘાત કરી લેતાં માથાના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મહિલાનું મોત નિપજ્યું હતું.‌ આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.