ટંકારા: લજાઈ થી સામાન ભરી નિકળેલા મેટાડોર નો ચાલક રફુચક્કર.

Advertisement
Advertisement

લજાઈ થી કારખાનેદારે રાજપીપળા ની ઈન્ડસ્ટ્રીઝ મા ટેબલ ખુરશી સહિત ફર્નિચર નો સામાન મેટાડોર મા મોકલ્યુ પરંતુ  મહીસાગર નો ચાલક રફુચક્કર થઈ ગયો..

ટંકારાના લજાઈ ગામે નવા વિકસેલા ઔધોગીક વિસ્તારમા આવેલી પ્લાસ્ટિક ફેક્ટરીમાથી પ્લાસ્ટિક ની ખુરશી ટેબલ સહિતના સામાન સાથે રાજપીપળા જવા નિકળેલ આઈસર કેરીયર વાહન મૂળ ઠેકાણે ન પહોંચતા કારખાનેદારે ટંંકારા પોલીસમા વાહન ચાલક રૂપિયા ૧,૨૭,૫૪૦/- નો માલસામાન લઈ રફુચક્કર થઈ ગયો હોવાની ફરીયાદ નોંધાવી હતી. પોલીસે બનાવની ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ મૂળ ટંકારા તાલુકાના બંગાવડી ગામના હાલ મોરબી ખાતે રહેતા રહેતા વિનોદ મહાદેવ સોરીયા એ ટંકારા પોલીસમા નોંધાવેલી ફરીયાદ નોંધાવી હતી કે, તેઓ ટંકારા તાલુકાના લજાઈ ગામે નવા વિકસેલા ઔધોગીક વિસ્તારમા પ્લાસ્ટીક સામાન નુ કારખાનુ સ્થાપી હોલસેલ વેપાર કરતા હોય તેઓને રાજપીપળા ના એવન ઈન્ડસ્ટ્રીઝ ના ઓનર કૌશિક વસંત સંતોકી તરફથી માલ સામાન અંગેનો ઓર્ડર મળતા તેઓએ સામાન નો જથ્થો પહોંચાડવા માલસામાન પરીવહન કરતા કેરીયર આઈસર નંબર જીજે ૧૪ એક્સ ૮૨૦૧ મા ચાલક મહીસાગર જીલ્લાના પઠાર ગામ ના અરજણ ફાતાભાઈ બારીયા સાથે પોતાના કારખાના માથી પ્લાસ્ટીકની ખુરશી નંગ-૧૦૮૫ કિ.રૂ. ૧,૨૫,૧૨૫/- તથા સેન્ટર ટેબલ નંગ-૧૬ કિ.રૂ.૨૪૦૦/- મળીને કુલ કિંમત રૂપિયા ૧,૨૭,૫૨૫/- સામાન ભરી રવાના થયેલ પરંતુ મોકલેલ સ્થાન પર માલ સામાન ન પહોંચતા સામેથી વેપારી નો મોબાઈલ આવતા આઈસર મેટાડોર ચાલક રફુચક્કર થઈ ગયો હોવાનુ ફલિત થતા ભોગ બનેલા કારખાનેદારે ટંંકારા પોલીસ મા ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.