ટંકારામા મહાશિવરાત્રી પર્વ અંતર્ગત બ્રહ્માકુમારી કેન્દ્ર દ્વારા શિવ સંદેશ રેલી યોજાઈ.

Advertisement
Advertisement

ટંકારા: બ્રહ્માકુમારી કેન્દ્ર દ્વારા શિવ સંદેશ રેલી યોજી લોકો ને ધર્મ નો મર્મ સમજવા સાથે શિવ સંદેશ અને સ્વર્ણિમ ભારત નિર્માણ અને વિશ્ર્વ શાંતિ સંદેશો પાઠવ્યો.

હિંદુ ધર્મ મા મહાશિવરાત્રી પર્વ નુ મહત્વ વિશેષ હોય છે. કારણકે, દેવાધિદેવ મહાદેવ નુ સ્થાન ઉંચુ ગણાવાયુ છે. આગામી દિવસોમા આવી રહેલા મહાશિવરાત્રી પર્વ અંતર્ગત ટંકારામા કાર્યરત બ્રહ્માકુમારી કેન્દ્ર દ્વારા ૮૯ મા ત્રિમુર્તિ શિવ જયંતિ મહોત્સવ ઉજવવા ટંકારા ખાતે આયોજન કરવામા આવ્યુ છે. જેમા, ગુરૂવારે શહેરના રાજમાર્ગો ઉપર શિવ સંદેશ રેલી યોજી લોકો ને વિશ્ર્વ શાંતિ અને ધર્મ સંસ્કૃતિ તરફ વળવાનો સરાહનીય સંદેશો પાઠવવામા આવ્યો હતો. ઉપરાંત, શહેરના હાઈવે કાંઠે વસેલી ઈન્દ્રપ્રસ્થ સોસાયટી ખાતે આગામી તા.૨૪ થી ૨૬ દરમિયાન ત્રિદિવસીય આધ્યાત્મિક પ્રદર્શની મેળા નુ આયોજન કરવામાં આવ્યું છે.
ટંકારા શહેરના જીવાપરા વિસ્તારમા ધર્મ ના મર્મ ની સમજ આપતુ બ્રહ્માકુમારી કેન્દ્ર કાર્યરત છે. બ્રહ્માકુમારી કેન્દ્ર દ્વારા આગામી મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ૮૯ મા ત્રિમૂર્તિ શિવ જયંતિ મહોત્સવ ઉજવવા નુ ધાર્મિક આયોજન કરવામા આવ્યુ છે. એ અંતગર્ત તા. ૨૦ ને ગુરૂવારે શહેરના જીવાપરા વિસ્તારમા આવેલા બ્રહ્માકુમારી કેન્દ્ર ખાતે થી શિવ સંદેશ રેલી નુ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમા,કેન્દ્ર સાથે જોડાયેલા ૮૦ જેટલા મહિલા સદસ્યો દ્વારા પ્રસ્થાન કરી નગર ના મુખ્ય માર્ગો ઉપર બ્રહ્માકુમારી કેન્દ્ર ની ધાર્મિક પ્રવૃત્તિ નો પ્રચાર -પ્રસાર સાથે શિવ ગાથા, શિવ જી નો સંદેશો પાઠવવામા આવ્યો હતો. આ તકે, લોકોને ખાસ ધર્મ સાથે બ્રહ્માકુમારી કેન્દ્ર નો ઉદેશ સ્વર્ણિમ ભારત ના નિર્માણ અને વિશ્ર્વ શાંતિ નો સંદેશ પાઠવાયો હતો. કેન્દ્ર દ્વારા શહેરના જામનગર હાઈવે ઉપર આવેલ ઈન્દ્રપ્રસ્થ સોસાયટી ખાતે આગામી તા.૨૪ થી ૨૬ ફેબ્રુઆરી દરમિયાન ત્રિદિવસીય આધ્યાત્મિક પ્રદર્શની મેળા નુ આયોજન કરવામાં આવ્યું છે.જેનો દરેક લાભ લેવા ધાર્મિક લોકો ને અનુરોધ કરાયો હતો.