મોરબીના ઘુંટુ ગામે દબાણ દૂર કરવા અને અંડર પાસ બનાવવા ગ્રામ પંચાયતની કલેક્ટરને રજૂઆત

Advertisement
Advertisement

મોરબી તાલુકાના ઘુંટુ ગામે રોડની બંન્ને બાજુ કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ હટાવવા અને ઘુંટુ ગામે અંડર પાસ બનાવવા બાબતે ગ્રામ પંચાયત દ્વારા મોરબી જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.

મોરબી ઘુંટુ ગ્રામ પંચાયત દ્વારા મોરબી જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે મોરબી તાલુકાના ઘુંટુ ગામે નવા રોડની બંન્ને બાજુ દબાણ થયેલ છે જે બાપા સીતારામના મંદિર થી ડામા ડાડાની બંને સાઈડ દબાણ કરેલ છે જેના કારણે વરસાદી પાણીનો નીકાલ બંધ થયેલ છે જેથી દબાણ વાડી જગ્યામાં વરસાદી પાણીનો નિકાલ કરવો જરૂરી છે અનેક વખત રજૂઆતો કરવા છતાં આ પ્રશ્નનો નિરાકરણ આવેલ નથી જો આગામી દશ દિવસમાં દબાણ દૂર કરી પાણીનો નીકાલ નહી કરવામાં આવે તો ગ્રામજનો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

તેમજ ઉલ્લેખનીય છે કે ઘુંટુ ગામે નવા ડેલા રોડનું કામ ચાલુ છે અને ગામની વસ્તી ૧૫૦૦૦ જેટલી છે ગામની બંન્ને બાજુ લોકો વસવાટ કરે છે ગામમાં પ્રાથમિક શાળા, આરોગ્ય સેન્ટર આવેલ છે જેથી ઘુંટુ ગામે બહુચરમાતાજીના મંદિર પાસે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નજીક અંડર પાસ બનાવવા જરૂરી છે જેથી અકસ્માત નીવારી શકાય જેથી જલદીથી અંડર પાસ બનાવવા ગ્રામ પંચાયત દ્વારા માંગ કરવામાં આવી છે.