મોરબી તાલુકાના ખરેડા ગામે પોતાના ઘરે કોઈ કારણસર ઝેરી દવા પી જતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતા કીરીટભાઇ બાબુભાઈ થરેસા (ઉ.વ.૨૫) નામના યુવકે પોતાના ઘરે કોઈ કારણસર ઝેરી દવા પી જતા સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડતા સારવાર દરમ્યાન યુવકનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.