મોરબીમાં ટી.બી. ની દવા પી જતાં યુવાનનું મોત

Advertisement
Advertisement

મોરબીના ઇન્દિરાનગર મંગલમ વિસ્તારમાં રહેતા યુવાને ટી.બી.ની દવા પી જતા યુવાનનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે ઇન્દીરાનગર મંગલમ વિસ્તારમાં રહેતા સંજયભાઇ પેથુભાઈ માનેવાડીયા (ઉ.વ.૪૧) નામના યુવકે કોઈપણ કારણોસર ટી.બી.ની. દવા પી જતા પ્રથમ મોરબી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.