ટંકારાના હનીટ્રેપ કેસમા નાસતા ફરતા વધુ એક શખ્સની પોલીસે અટક કરી જેલહવાલે કર્યો.

Advertisement
Advertisement
ટંકારાના હરીપર ગામના ઉધોગ ધંધા સાથે સંકળાયેલા યુવાન ને મિસ્ડકોલ મારફતે ફસાવી પ્રપોઝ કર્યા બાદ અપહરણ- દુષ્કર્મ મા ફસાવી દેવાની દાટી મારી રૂપિયા પાંચ લાખ પડાવી લેવાના ચકચારી હનીટ્રેપ કેસ મા ટંકારા પોલીસ મા નોંધાયેલી ફરીયાદ બાદ મહિલા સહિત સાત શખ્સોને પોલીસે ગણતરીના કલાકોમા ઝડપી લીધા બાદ તમામ જામીન મુક્ત થઈ ગયા હતા. જ્યારે, આ કેસમા વધુ એક શખ્સની સંડોવણી ખુલી હોય જે નાસતો ફરતો હતો .જેને હાથવગો કરી પોલીસે અટક કરી કોર્ટમા રજુ કરતા કોર્ટે જેલ હવાલે કરવા હુકમ કર્યો હતો.
ગત તા. ૧૯ જાન્યુઆરીએ ટંકારા પોલીસ મથકે તાલુકાના હરીપર ગામના ઉધોગ ધંધા સાથે સંકળાયેલા અજીત મુળજી ભાગીયા નામના યુવાને ફરીયાદ નોંધાવી હતી કે, તેના મોબાઈલમા મિસ્ડકોલ આવ્યા બાદ કોલ કરનાર નો સંપર્ક કરતા સામે છેડેથી મિસ્ડકોલ કરનાર સ્ત્રી પાત્રે પ્રપોઝ કરતા પોતે સંપર્કમા આવ્યો હતો. અને મામલો ઈલુઈલુ સુધી પહોંચ્યા બાદ ગત તા. ૧૭ જાન્યુઆરીએ પરીણીત સ્ત્રીએ પોતાને મળવા બોલાવ્યો હતો. અને ફસાયો હતો. અહીંયા થી પાંચ શખ્સોએ સ્વીફટ કારમા અપહરણ કરી દુષ્કર્મ કેસમા ફીટ કરી દેવાની દાટી મારી મારકુટ કરી રૂપિયા પાંચ લાખ ખંખેરી લીધા હોવાની એફઆઈઆર નોંધાવી હતી.‌ પોલીસે હની ટ્રેપ કેસ મુદ્દે તાબડતોબ હરકત મા આવી સંડોવાયેલા સ્ત્રી સહિતના સાત ઈસમોને બીએનએસ એક્ટ ૧૧૫(૧), ૩૫૧(૨),૩૦૮(૭),૧૪૦(૩),૬૧ હેઠળ હિરાસતમા લઈ ફરીયાદ મુજબ ની રોકડ રકમ આઘાપાછી થાય એ પૂર્વે કબજે લઈ લીધી હતી. પકડાયેલા તમામ જામીન મુક્ત થયા હતા. અને કબજે લીધેલા રોકડા રૂપિયા પાંચ લાખ ની રકમ પણ ટંકારા પોલીસે કોર્ટ ના હુકમથી નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડા ના હસ્તે તેરા તુજકો અર્પણ અંતગર્ત ભોગ બનેલા યુવાનને પરત કરાયા હતા. જ્યારે, આ ગુન્હામા દિલીપ હંસરાજ કલોલા નામના શખ્સની ખુલી હોવાથી પોલીસ પકડ થી નાસતો ફરતો હતો.‌ જેને પોલીસ ઈન્સપેકટર કૃણાલ છાસીયાએ જાળ બિછાવી પકડી પાડી અટક મા લીધા બાદ ટંકારા કોર્ટમા રજુ કરતા કોર્ટે જેલ હવાલે કર્યો હતો.