ટંકારાના મીતાણા ગામમાંથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

Advertisement
Advertisement

ટંકારા તાલુકાના મિતાણા વાલાસણ રોડ હરકાંતભાઈ રામજીભાઈ ગજેરાની વાડીએથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ દાહોદ જિલ્લાના વતની અને હાલ ટંકારા તાલુકાના મીતાણા ગામે હરકાંતભાઈ રામજીભાઈ ગજેરાની વાડીએ રહેતા અને ખેત મજૂરી કરતા દિતીયાભાઈ હિમરાજભાઈ ભુરીયા (ઉ.વ.૩૨)એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મિતાણા વાલાસણ રોડ હરકાંતભાઈ રામજીભાઈ ગજેરાની વાડીએથી ફરીયાદીનુ એફ.ઝેડ.એસ.વર્ઝન 4.0 મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-20-બી.એચ-8767 જેની કિંમત રૂ. 50,000 વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.