ટંકારાના વિરપર ગામે યુવકને ડરાવી જમીન પડાવાની કોશિશ કરનાર બે ઈસમો વિરૂદ્ધ ફરીયાદ

Advertisement
Advertisement

મળતી માહિતી મુજબ મૂળ દાહોદના વતની અને હાલ મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલ રોયલ એવન્યુ સોસાયટી પાસે આવેલ રાજીવભાઈ પટેલની વાડીમાં રહેતા બળવંતભાઈ શનાભાઈ પસાયા (ઉ.વ.૩૫) એ આરોપી મેરૂભાઇ રામજીભાઈ ભુમ્મરીયા રહે. વિરપર તથા કિશોરભાઈ ધનજીભાઈ ટમારીયા રહે. ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી સાહેદની વાડીએ હાજર હોય તે દરમ્યાન આરોપીઓ ફરીયાદીની વાડીમા ગેરકાયદેસર પ્રવેશ કરી પોતાની કાળા કલરની ફોરવીલ સ્કોર્પીઓ ગાડી લઈ ફરીયાદી પાસે આવી ફરીયાદીને ડરાવી ધમકાવી ખેતીવાડી જમીન છોડી જતુ રહેવા માટે ભુંડા બોલી ગાળો આપી ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીએ છરી તથા પેન્ટના નેફામા ભરાવેલુ હથીયાર જેવુ સર્ટ ઉંચો કરી બતાવી બન્ને આરોપીઓએ ફરીયાદીને જાતી પ્રત્યે અપમાનીત કરી ફારીયાદીની વાડીમા ગેરકાયદેસર પ્રવેશ કરી બળજબરીથી ડરાવી ધમકાવી જમીનનો કબ્જો કરી લેવાની કોશીશ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે બી.એન.એસ. કલમ 115(1), 308(3), 329(1), 352,351(2),54 તથા એટ્રોસીટી એક્ટની કલમ 3(1)(R)(S),3(2)(5A) તથા જી.પી.એક્ટ 135 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.