મોરબીના મકનસર ગામે સાસરીયાના ત્રાસથી કંટાળી પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

Advertisement
Advertisement

મોરબીના મકનસર ગામ પ્રેમજીનગરમા પરિણિતાને સાસરીયા પક્ષ દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપી મરવા મજબૂર કરતા પરિણિતાએ ગળેફાંસો ખાઈ જતાં પરિણીતાનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ કચ્છ જીલ્લાના દેવસર ગામે રહેતા ભગવાનજીભાઈ મુળાજીભાઈ દવે (ઉ.વ.૫૯) એ આરોપી કિશનભાઇ મુળાજીભાઈ દવે તથા હામથાજી મુળાજી દવે. રહે. બંને પ્રમીનગર મકનસર ગામ તા.જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ ફરીયાદીની દિકરી રસીલા ઉર્ફે જયશ્રીને તેના પતિ કિશને અવાર નવાર અસહ્ય માનસીક શારીરિક દુ:ખત્રાસ આપી ઢીકાપાટુનો માર મારેલ હોય અને તેના જેઠ હમથાજીએ ફરીયાદીની દિકરી સાથે ઝગડો કરી ઢીકાપાટુનો માર મારી મરવા માટે મજબુર કરેલ જેથી ફરીયાદીની દિકરી જયશ્રીએ તેના પતિ કિશનભાઇ મુળાજી જોષીએ તેમજ જેઠ હમથાજી મુળાજી જોશીનાઓ અવાર નવાર અસહ્ય માનસીક શારીરિક દુ:ખત્રાસ આપી ઢીકાપાટુનો માર મારતા દિકરીએ પોતાના ઘરે ગળે ટુપો ખાઈ જતાં ફરીયાદીની દિકરી જયશ્રીનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.