મોરબીના ચકચારી લાંચ લેવાના ગુન્હામાં તલાટી કમ મંત્રીનો જામીન પર છુટકારો
આ કેસમાં એડવોકેટ ધ્વારા ફરીયાદ આપવામાં આવેલ હતી.
સદરહું બનાવની હકીકત જોવામાં ફરીયાદી પ્રદીપકુમાર ધનજીભાઈ કંજારીયા ધ્વારા મોરબી એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં એવી ફરીયાદ આપવામાં આવેલ કે તા.૮/૧૧/૨૪ ના રોજ તેઓના અરજદાર અજય મનજીભાઈ જાદવ તેમની મીલ્કતના કામે ગામનો નમૂના નં. ૨ મેળવવા માટે તલાટી કમ મંત્રી જયદીપસિંહ કિશોરસિંહ જાડેજા પાસે ગયેલ હોય ત્યારે તેઓને તલાટી મંત્રી જાડેજા સાહેબએ જણાવેલ કે તમારું ખેડુત ખાતેદારનો પ્રમાણપત્ર મેળવવા વકીલે અરજી કરેલ હતી કે વકીલ પ્રદીપભાઈને મોકલજો જેથી અજયભાઈએ તેઓને ફોન કરી તલાટી મંત્રી જાડેજા સાહેબ બોલાવે છે જેથી તેઓ તે જ દીવસે તલાટી મંત્રીની ઓફીસ ગયેલ અને ત્યાં તલાટી મંત્રી જાડેજા ભાઈએ તેઓને કહેલ કે અજયભાઈ વાળું પતાવ્યું અને પડયુ તું ત્યારે મુકેશભાઈએ એવું કીધું તું કે અજયભાઈ વાળું તું કાઢી નાંખ, જે હોય તે મને કે જે, જે હશે જે પતી જશે. મે ઓકે કરી જવા દીધેલ છે ઓકે થઈ ગયુ તેનું પ્રમાણપત્ર મળી ગયું મુકેશભાઈ ન આવ્યા અને તમે પણ ન આવ્યા, મુકેશભાઈએ એવું કીધું તું કે પ્રદીપભાઈને કેજો ન જાય તો મને કેજો તેમ વાત કરી આ તલાટી મંત્રી જયદીપસિંહ કિશોરસિંહ જાડેજા સાહેબએ અજય મનજીભાઈ વાળી ખેડુત ખાતેદારના પ્રમાણપત્ર મેળવવા કરેલ અરજીમાં અભિપ્રાય આપવાના તેની પાસે કેલ્યુલેટરમાં લખી રૂા.૫,૦૦૦/- ની માંગણી કરેલ જેથી મે આ તલાટી મંત્રીને અરજદારને મળી લવુ કાઈક વ્યાજબી કરી દેજો જે વાતનું રેકોર્ડીંગ મે મારા મોબાઈલમાં જે તે વખતે કરી લીધેલ હતું.
ત્યારબાદ આજરોજ તા. ૨૭/૧૧/૨૪ ના રોજ તેઓ તેના અસીલના મિલ્કતના ગામ નમૂના નં. ૨ માં નોંધ કરાવવા ગયેલ અને બીજા અસીલનો આંબો મેળવવા તલાટી મંત્રી જાડેજા સાહેબને મળતા સદરહું વારસાઈ આંબા તથા ગામ નમૂના નં.
૨ બાબતે વાતચીત કરેલ જેથી તેઓએ અગાઉ અભિપ્રાય પેટે માંગેલ રૂા.૫,૦૦૦/-ની માંગણી કરેલ હતી અને મને કહેલ કે ઓલા લઈ આવવાના હતા તે લઈ આવેલ નથી જેથી મેં તેઓને કહેલ કે મારે અરજદાર પાસેથી લેવાના છે અજયભાઈ આજે આવવાના છે છેલ્લા વધઘટ થાય તો કાંઈ કેજો જેથી તલાટી કમ મંત્રી જાડેજા સાહેબએ કહેલ કે છેલ્લા ૪,૦૦૦/- આપજો તેમ કહેતા હું કચેરી માંથી નીકળી ગયેલ અને આ વાતનું રેકોર્ડીંગ પણ કરી લીધેલ હતું.
ત્યારબાદ સદરહું ફરીયાદ અન્વયે એ.સી.બી. પોલીસ સ્ટેશન ધ્વારા પ્રાથમીક પંચનામું અને પ્રાથમીક ફરીયાદ નોંધી ટ્રેપ ગોઠવવામાં આવેલ અને નકકી થયા મુજબ ટ્રેપ ગોઠવેલ અને ત્યારબાદ બધા ટ્રેપીંગ અધિકારી તેમજ પંચો તેમજ ફરીયાદી બધા ગાડીમાં બેસી લાંચની રકમ આપવા માટે તલાટી કમ મંત્રી જાડેજા સાહેબની ઓફીસ જવા રવાના થયેલ અને ત્યારબાદ નકકી થયા મુજબ રૂા.૪,૦૦૦/- આ જયદીપસિંહ કીશોરસિંહ જાડેજાને આપવાનું કહેતા તેઓએ પોતાના હાથના ઈશારાથી ટેબલના ઉપરના ખાનામાં રાખવાનું જણાવેલ જેથી ફરીયાદીએ તે રકમ ટેબલનું ખાનું ખોલી તે રકમ રાખી દીધેલ ત્યારબાદ ફરીયાદીએ ઈશારો કરતા ટ્રેપીંગ ઓફીસર તથા અન્ય અધિકારીઓ આવી સદરહું લાંચની રકમ કબ્જે કરી હતી તે મુજબની ફરીયાદ નોંધાવેલી હતી.
સદરહું ગુન્હા અનુસંધાને મોરબી એ.સી.બી. પોલીસ સ્ટેશન ધ્વારા આરોપી જયદીપસિંહ કીશોરસિંહ જાડેજાની અટક કરી જેલ હવાલે કરેલ હતા.
બાદમાં સદરહું ફરીયાદ અનુસંધાને પોલીસ ધ્વારા વિવિધ પંચનામાઓ કરી સાહેદોના નીવેદનો નોંધી મુદામાલ કબ્જે કરી આરોપી વિરૂધ્ધ નામદાર અદાલતમાં ચાર્જશીટ કરવામાં આવેલ હતું. ચાર્જશીટ બાદ આરોપી જયદીપસિંહ કિશોરસિંહ જાડેજા ધ્વારા મોરબી સેશન્સ અદાલતમાં રેગ્યુલર જામીન અરજી કરવામાં આવેલ હતી જે જામીન અરજી એવી રજુઆત કરવામાં આવેલ કે,
આરોપીને આ ગુન્હામાં ખોટી રીતે સંડોવી દીધેલ છે તેમજ તા.૮/૧૧/૨૪ ના બનાવ અંગેની ફરીયાદ તા.૨૭/૧૧/૨૪ ના રોજ આપવામાં આવેલ છે તેમજ જે પ્રમાણપત્ર મેળવવા અંગે લાંચ માંગવાની ફરીયાદીએ ફરીયાદ કરેલ છે તે પ્રમાણપત્ર અગાઉથી જ કોઈપણ જાતની રકમ લીધા વગર અરજદારને મળી ગયેલ છે જે અરજદાર ધ્વારા અરજી કરવામાં આવેલ તે અજય મનજીભાઈ જાદવનું ચાર્જશીટના કામે કોઈ નીવેદન લેવામાં આવેલ નથી તેમજ લાંચની રકમ તેઓ પાસેથી રીકવરી થયેલ નથી તેમજ તેઓ ધ્વારા કોઈપણ જાતની રકમની માંગણી કરેલ ન હોવા છતા તેઓને ખોટી રીતે ખોટા કેસમાં ફીટ કરી દેવામાં આવેલ છે, તમામ તપાસ પુર્ણ થઈ ગયેલ છે તેમજ રીકવરી ડીસ્કવરી પુર્ણ થઈ ગયેલ છે હાલ તપાસના કામે આરોપીની કોઈ જરૂરીયાત રહેતી નથી તેવા સંજોગોમાં આરોપીને જામીન મુકત કરવા જોઈએ તેવી દલીલો કરવામાં આવેલ.
બચાવપક્ષની દલીલો અને પોલીસ તપાસના કાગળો તેમજ નામદાર ગુજરાત હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ ધ્યાને લઈ નામદાર મોરબી સેશન્સ અદાલત ધ્વારા જયદીપસિંહ કીશોરસિંહ જાડેજાને શરતી જામીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવેલ હતો.
આ કામમાં મોરબીના જીતુભા જાડેજા તથા રાજકોટના પ્રખર ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, ખોડુભા સાકરીયા, મીલન જોષી, જયવિર બારૈયા, દિપ પી. વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, સાગરસિંહ પરમાર, એડવોકેટ તરીકે રોકાયેલ હતા.