મોરબીમાં દુકાન વેરો ભરવા બાબતે પુછતા વેપારીને એક શખ્સે લાકડી વડે ફટકાર્યો

Advertisement
Advertisement

મોરબીના રવાપર રોડ પર આસ્થા બી એપાર્ટમેન્ટમાં રહેતા અને વેપાર કરતા જીનેશભાઈ શૈલેષભાઈ ઝાલરીયા (ઉ.વ.૨૧) એ આરોપી બાબુભાઈ પટેલ રહે. મોરબી સરદાર બાગ પાછળ આદર્શ સોસાયટીમાં મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપીએ ત્રણ દિવશ અગાવ દુકાનનો વેરો ભરવા માટે ફોન કરેલ પરંતુ ફરીયાદીએ વેરો નહિ ભરતા જેનો ખાર રાખી ફરીયાદી આરોપીને વેરા બાબતે પુછવા જતા આરોપી ઉસ્કેરાઇ ગયેલ અને ભુંડા બોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી લાકડી વડે મારમારી ફેક્ચર જેવી ઇજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.