મોરબીમાં ફેસબુકમાં આવેલ રીલ પર કોમેન્ટ કરવી યુવકને પડી ભારે: ફરીયાદ નોંધાઈ

Advertisement
Advertisement

મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશિપમાં આલ્ફા -બી ચોથા માળે ફલેટ નં -૪૦૨ માં રહેતા કુલદીપભાઈ હરીભાઈ લોરીયા (ઉ.વ.૩૨) એ આરોપી યોગેશભાઈ કાસુન્દ્રા રહે. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ પોતાના ફેસબુક આઇ.ડી. KULDIP LORIYA મા આવેલ J T Kasundra ની રીલ્સ બાબતે કોમેન્ટ કરતા સામાવાળા યોગેશભાઇ કાસુન્દ્રાને સારૂ નહી લાગતા તેના ફેસબુક આઇ.ડી. Yogesh Kasundra પરથી ફરીયાદીએ કરેલ કોમેન્ટ બાબતે ફરીયાદી તથા કૌટુંબીક ભાઇ નાઓને મા-બહેનના ચરીત્ર ઉપર જેમ ફાવે તેમ ગાળો લખેલ કોમેન્ટ કરી ફરીયાદીને ફોન કરી ફોનમા કોમેન્ટ ડીલીટ નહી કર તો જીવવા નહી દઉ તેમ રૂબરૂ તેમજ ફોનમા ગર્ભિત ધમકી આપી ફરીયાદીએ વાતચીત કરેલ તેનુ કોલરેકોર્ડીંગ કરી સોશ્યલ મીડીયા તેમજ વ્હોટસ એપ ગ્રુપમા વાઇરલ કરેલ હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.