ટંકારા: લોક સહયોગથી આરોગ્ય તંત્રે ટીબી રોગી ઓને પોષણક્ષમ કીટ વિતરણ કરી.

Advertisement
Advertisement
આર્થિક સધ્ધર લોકોના સક્રિય સહયોગ થકી સરકારે શરૂ કરેલ ટીબી મુક્ત અભિયાન અંતર્ગત મોરબી જીલ્લા આરોગ્ય તંત્રની સુચનાથી તાલુકા હેલ્થ ઓફિસર ના પ્રયાસો થી ટંકારા પંથકના ઉધોગકારના આર્થિક યોગદાનથી ટંકારા પંથકના ૪૦ ટીબી દર્દીઓને પોષણક્ષમ કીટનુ વિતરણ કરવામા આવ્યુ હતુ.
 ટીબી રોગ ના દર્દીઓ ને રોગ મુક્ત કરવા લોકો ના સક્રિય સહયોગ થકી સરકારે શરૂ કરેલા અભિયાન અંતર્ગત મોરબી જીલ્લા આરોગ્ય વિભાગ ની સુચનાથી ટંકારા તાલુકા હેલ્થ ઓફિસર બાવરવાના પ્રયાસોથી ટંકારા પંથકના ઉધોગકારના આર્થિક સહયોગ થકી ટંકારા પંથકના અશિક્ષિત વગડા વિસ્તારમા વસતા અને ખેતમજુરી કામ કરતા તેમજ કારખાનાના શ્રમિક પરીવારોના ૪૦ જેટલા ટીબી રોગથી પિડાતા દર્દીઓ ને ટીબી સામે લડવા માટે પોષણક્ષમ આહાર પુરો પાડવા માટે એક વર્ષ સુધી દતક લઈ પોષણક્ષમ કીટ નુ વિતરણ કરવાનુ આયોજન કરાયુ હતુ.આ તકે, જીલ્લા ક્ષય અધીકારી ડો.અજાણા,હેલ્થ સુપરવાઈઝર હીતેષ પટેલ, સુપરવાઈઝર પ્રતિક દેવમુરારી, એમ.એસ.મસોત સહિતના ઉપસ્થિતિ રહ્યા હતા.