ટંકારા:હરીપર ના હની ટ્રેપ કેસમા સંડોવાયેલા બે શખ્સો નો જામીન પર છુટકારો.

Advertisement
Advertisement
હરીપર ના ઉધોગ ધંધા સાથે સંકળાયેલા યુવાનને હની ટ્રેપ મા ફસાવી નાણા ખંખેરનાર ટોળકી ના પાંચ ને પોલીસે દબોચી જેલ હવાલે કર્યા બાદ બે ઈસમોએ તેમના વકીલ વકીલ દોશી, કેતન ચૌહાણ અને દેવેન ચૌહાણ મારફત સેશન્સ કોર્ટમા જામીન પર મુક્ત થવા અરજી કરી હતી.
ટંકારા તાલુકાના હરીપર ગામના ઉધોગ ધંધા સાથે સંકળાયેલા યુવાનને મિસ્ડકોલ મારફતે ફસાવી પ્રપોઝ કર્યા બાદ અપહરણ- દુષ્કર્મ મા ફસાવી દેવાની દાટી મારી રૂપિયા પાંચ લાખ પડાવી લેવાના ચકચારી હનીટ્રેપ સબબ ના ગુન્હા મા જેલહવાલે રહેલા બે ઈસમોને સેશન્સ કોર્ટે જામીન મુક્ત કર્યા હતા.જોકે, અગાઉ આ ગુન્હામા અગાઉ બે વ્યક્તિઓ જામીન મુક્ત થયાનુ જાણવા મળ્યુ હતુ.
ટંકારા તાલુકાના હરીપર ગામના ઉધોગ ધંધા સાથે સંકળાયેલા અજીત ભાગીયા નામના યુવાનના મોબાઈલ ફોનમા આવેલા મિસ્ડકોલ થી સામે છેડેથી મિસ્ડકોલ કરનાર સ્ત્રી પાત્ર સાથે પ્રપોઝ થી સંપર્ક સાધી ઘુટરઘુ સુધી ના મામલે ગત તા. ૧૭ જાન્યુઆરીએ પરીણીત સ્ત્રીને કારમા મળવા ગયા અને એક સ્વીફટ કારમા પાંચ ઈસમોએ અપહરણ કરી દુષ્કર્મ કેસમા ફીટ કરી દેવાની દાટી મારી રૂપિયા પાંચ લાખ ખંખેરવાના હની ટ્રેપ કેસમા સંડોવાયેલા સ્ત્રી સહિતના પાંચ ઈસમો વિરૂધ્ધ ભોગ બનેલા શખ્સે નોંધાવેલી ફરીયાદ બાદ બીએનએસ એક્ટ ૧૧૫(૧), ૩૫૧(૨),૩૦૮(૭),૧૪૦(૩),૬૧ હેઠળ હાલ જેલ હવાલે રહેલા પૈકીના ઋત્વિક દિનેશભાઈ રાઠોડ તથા યશ કિશોરભાઈ કલોલા એ તેમના વકીલ ટી.બી.દોશી, કેતન ચૌહાણ, દેવેન ચૌહાણ મારફત મોરબીની સેશન્સ કોર્ટ મા જમીન અરજી દાખલ કરી બચાવ પક્ષના વકીલો ની દલીલો અને પુરાવાઓને ધ્યાને લઈ ઋત્વિક દિનેશભાઈ રાઠોડ તથા યશ કિશોરભાઈ કલોલા ને શરતી જામીન પર છોડવાની દલીલો આધાર પુરાવાઓ મંજુર કરી સેશન્સ જજ દિલીપભાઈ મહિડા એ જામીન મુક્ત કરતો હુકમ કર્યો હતો.