ટંકારામા દોઢ વર્ષ પૂર્વે બનાવાયેલ શહીદ વન નુ નિકંદન કાઢી સ્મારક સ્તંભ ઉખેડી નાંખનારા સામે પગલા ક્યારે?  

Advertisement
Advertisement
દોઢ વર્ષ પૂર્વે વૃક્ષારોપણ કરી શહીદ વન બનાવાયુ’તુ હાલ, તોડી બાંધકામ ખડકાઈ રહ્યા ની રાવ પછી પણ તંત્ર ના હાથ ટુંકા પડતા જોઈ ફરી તંત્ર ને જગાડવા પત્ર પાઠવાયો…
ટંકારા તાલુકા પંચાયત નજીક આવેલી સરકારી જમીન પર આજથી દોઢ વર્ષ પૂર્વે સરકારી કાર્યક્રમ અમૃત મહોત્સવ કાર્યક્રમ યોજી રાષ્ટ્ર ના શહિદ થયેલા નરબંકા ઓની યાદ ને કાયમ જીવંત રાખવા શહિદ વન નિર્માણ કરાયુ હતુ. અને આ સ્થળ ઉપર વૃક્ષારોપણ અને શહિદ સ્મારક સ્તંભ બનાવવામા આવેલ તે સરકારી જમીન ની લગોલગ એ જ સર્વે નંબર મા જમીન ખરીદ કરી શહેરમા કોમર્શિયલ અને રહેણાંક સોસાયટી નુ નિર્માણ થઈ રહ્યુ છે. પરંતુ, જયા રહેણાંક સોસાયટી બાંધવા મંજુરી મળી છે. એ સ્થળે થી ધીમે ધીમે પગપેસારો કરી શહીદોના સ્મારકની મિલ્કત હડપી લેવાના ઈરાદે સ્મૃતિ સ્તંભ ઉખેડી નાખી બાંધકામ ખડકાઈ રહ્યા ની બુમરાણ ઉઠવા છતા તંત્ર કોઈ અકળ કારણોસર ઘોર નિદ્રા માથી ઉઠયુ હોય એવા એંધાણ વરતાયા ન હોય એમ હજુ બાંધકામ ચાલી રહ્યુ છે. અને શહીદ વન સ્થાન સુરક્ષિત કરાયુ ન હોવાથી ટંકારાના યુવાને ફરી સ્થાનિક તંત્ર ને પત્ર પાઠવી ઢંઢોળવા પ્રયાસ કર્યો હોવાનુ જાણવા મળેલ છે.
રાજ્યભરમા ચો તરફ જમીન માફીયાઓ સરકારી જમીન પર દબાણો ખડકી ટેસડા કરતા હોવાના કિસ્સાઓ જોતા સાંભળતા ભૂમાફિયાઓ બેલગામ બન્યા હોવાનુ અને સરકાર આ મુદ્દે પાંગળી સાબિત થયા નુ લોકો એ માની લીધુ છે. આવો જ કિસ્સો ટંકારામા છેલ્લા અઠવાડીયાથી ભારે ચર્ચામાં છે. ટંકારાની લતીપર ચોકડી થી માત્ર ૫૦૦-૭૦૦ મીટર દુર લતીપર રોડ ઉપર વોકળા કાંઠે તાલુકા પંચાયત નજીક જ સર્વે નંબર ૭૩૧ ની સરકારી જમીન આવેલી છે. આ જમીનમા મોટાભાગની જમીન સાથણી થયેલી છે. એ પૈકી ની ખુલ્લી પડેલી સરકાર હસ્તકની જમીન ઉપર ગત તા. ૧૦/૮/૨૩ ના આઝાદી ના અમૃત મહોત્સવ કાર્યક્રમ પ્રસંગે ટંકારાના તત્કાલીન ટીડીઓ ના સીધા માર્ગદર્શન હેઠળ રાષ્ટ્ર ની સુરક્ષા કાજે શહિદ થયેલા શહિદ વીર નરબંકાઓ ની યાદ કાયમ લોકહૃદયમાં જીવંત રહે એ માટે આ સરકારી જમીન પર શહિદ વન બનાવવા ની જાહેરાત કરી અહીંયા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. અને અહીંયા શહિદ સ્મારક સ્તંભ બનાવાયો હતો. બાદમા, કેન્દ્ર સરકાર આયોજીત મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ હેઠળ શહીદોની સ્મૃતિ સાથે કળશ યાત્રા વખતે ટંકારાના તત્કાલીન સરપંચ ઉપરાંત, અનેક આગેવાનો અને દેશના સિમાડા ની સુરક્ષા કરતા જવાન સૈનિકો ની ઉપસ્થિતિ મા શહિદ વન ને નુકસાન ન થાય એ માટે વોંકળા ના પાણી થી બચાવવા પુર રક્ષક દિવાલ ૧૫ મા નાણાપંચ માથી ખર્ચ કરી બનાવવામાં આવી હતી. હાલ આ જ સર્વે નંબર ની સાથણી પૈકી ની જમીન વેચાણ થી લીધા બાદ હેતુફેર કરી રેસીડેન્સી સોસાયટી નિર્માણ થઈ રહી છે. જેની બાંધકામ મંજુરી મળી હોય પરંતુ ચાલાકી પૂર્વક મંજુરી લીધા બાદ લગોલગ શહીદ વન મા ઘુસણખોરી કરાયા ની અને રાષ્ટ્ર ના વીર શહિદોની યાદ જીવંત રાખવા બનાવેલા શહીદ સ્મારક ઉખાડી ને શહીદવન નુ નિકંદન કાઢી ભૂમાફિયાઓ મલાઈ તારવવા પ્રયાસ થઈ રહ્યા ના આક્ષેપો ઉઠ્યા બાદ આ મામલે સ્થાનિક તંત્ર થી માંડી સરકાર સુધી લેખીત ફરીયાદ થઈ હતી. અને આ મામલે ચારેકોર રાષ્ટ્રની રક્ષા કાજે શહાદત વહોરનારા વીર શહીદોને પણ ભૂમાફિયાઓએ છોડ્યા નહીં એ મુદ્દે તંત્ર ની પણ ભારે ટીકા થઈ રહી છે. ત્યારે અગાઉ ફરીયાદ કરનારા ટંકારાના રમેશભાઈ ભવાનભાઈ ભૂંભરીયા નામના જાગૃત યુવાને ફરી સોમવારે વધુ એકવાર ચિફ ઓફિસર અને ટીડીઓ ને પત્ર પાઠવી કોઈ બિલ્ડરો ગમે ત્યા બાંધકામ કરે કોઈ વાંધો વિરોધ નથી. પરંતુ અગાઉ સરકારી કાર્યક્રમ થકી જયા શહિદ સ્મારક અને શહિદ વન નિર્માણ કરાયુ હતુ. એ વન મા વવાયેલા વૃક્ષો કયા ગયા? કોણે વૃક્ષોનુ નિકંદન કાઢયુ? શહીદોની યાદ કાયમ ધબકતી રાખવા સ્થપાયેલ શહીદ સ્મારક કયા ગાયબ થઈ ગયુ? એવા વેધક સવાલ ઉઠાવી શહીદોની કિંમત માત્ર સરકારી કાર્યક્રમો ના તાયફા પુરતી જ હતી? શહીદ વન અને સ્મારક ઉથલાવનારા તત્વો સામે રાષ્ટ્રદ્રોહ નો ગુન્હો દાખલ કરવા માંગણી કરતા ફરી આ મામલે પંથકમા હડકંપ મચી જવા પામી હતી.