મોરબી જિલ્લામાં એક માત્ર ન્યૂરો સર્જરી ( મગજ, મણકા ના વિભાગ) જેવા સુપર સ્પેશિયાલીટી વિભાગ માં મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ

Advertisement
Advertisement

મોરબી જિલ્લાના અશોકભાઈ નામના દર્દી ઉમર વર્ષ 30 , નું અકસ્માત થતાં મગજમાં ખુબજ ગંભીર ઇજા પોહચી હતી અને મગજના ભાગે ઇજા ના કારણ થી લોહીની નશની ફૂટ થવાથી હેમરેજ થયું અને ભાન અવસ્થા ખોરવાઈ હતી.

જે બાદ તાત્કાલિક આયુષ હોસ્પિટલ ખાતે ઈમરજન્સીમાં લવાયા અને ન્યૂરો સર્જન ડૉ. પ્રતિક પટેલ સાહેબ દ્વારા વધુ સારવાર માટે તાત્કાલિક ઓપરેશન માટે જણાવ્યુ અને તાત્કાલિક હેમરેજ નું ઓપરેશન કરવામાં આવ્યું. ત્યાર બાદ દર્દીની ICU હેઠળ ૧૦ દિવસ વેન્ટિલેટર ઉપર સારવાર ચાલી ત્યાર બાદ ન્યૂરો સર્જન ડૉ. પ્રતિક પટેલ સાહેબ તેમજ ડૉ. રીંકલ રામોલીયા મેડમ અને ક્રિટિકલ ટીમ ની મેહનત થી દર્દી ને વેન્ટિલેટર ઉપરથી બહાર કઢાયા અને દર્દીને સફળતા પૂર્વક રજા કરવામાં આવી.

આ રીતે હેમરેજ જેવી મોટી ઇજાઓ માં પણ સમયસર સારવાર મળી રહે તો દર્દીનો જીવ બચાવી શકાય છે. મોરબી જિલ્લામાં એક માત્ર ફુલ ટાઈમ ન્યૂરો સર્જન સેવા આપે છે. એ પણ મોરબી જિલ્લાની સૌથી મોટી ક્રિટિકલ કેર ટીમ સાથે તેમજ આયુષ હોસ્પિટલ મોરબી ખાતે ન્યૂરો સર્જન, પ્લાસ્ટિક સર્જન, કાર્ડિયોલોજિસ્ટ જેવા સુપર સ્પેશિયાલિસ્ટ વિભાગોમાં તાત્કાલિક સારવાર મળી રહે છે.