ટંકારા:રવિવારે લેઉઆ પાટીદાર સમાજ આયોજીત સમૂહ લગ્નમા ૨૭ યુગલો ઘરસંસાર માંડશે.     

Advertisement
Advertisement
સમુહ લગ્નોત્સવ નો ઉત્સાહ વધારવા વધારવા નરેશ પટેલ, મંત્રી રાઘવજી પટેલ, જયેશ રાદડીયા, પરેશ ધાનાણી સહિતના સામાજીક અને રાજકીય અગ્રણીઓને ખાસ આમંત્રિત કરવામા આવ્યા છે.
ટંકારા તાલુકા સરદાર લેઉઆ પાટીદાર સમાજ દ્વારા હાઈવે કાંઠે આવેલા સરદાર પટેલ સંકુલ ખાતે ખોડલધામના નરેશ પટેલ ઉપરાંત અતિથિ વિશેષ મંત્રી રાઘવજી પટેલ, પ્રફુલ્લ પાનશેરીયા,ભરત બોઘરા ની ઉપસ્થિતિ મા ૬ ઠા સમુહ લગ્ન સમારોહ રવિવારે તા.૨ જી ફેબ્રુઆરીએ યોજાયા છે. જેમા, લેઉઆ પાટીદાર સમાજના મોભી ગણાતા પૂર્વે મંત્રી જયેશ રાદડીયા ઉપરાંત, વિરોધ પક્ષના પૂર્વ ચેરમેન પરેશ ધાનાણી, પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સહિતના પાટીદાર આગેવાનો ઉપસ્થિત રહેશે. આ તકે, સમાજ નુ સ્નેહ મિલન, વિધાર્થી સત્કાર સમારંભ સહિતના કાર્યક્રમો નુ આયોજન લેઉઆ પાટીદાર સમાજ ની યુવા પાંખ અને મહિલા સમિતિ દ્વારા કરાયુ છે.
ટંકારા તાલુકાના રાજકોટ હાઈવે પર આવેલા લેઉઆ પાટીદાર સમાજ ના સરદાર સંકુલ ખાતે લેઉઆ પાટીદાર સમાજની મહિલા સમિતિ અને યુવાટીમ દ્વારા રવિવારે તા.૨ જી ફેબ્રુઆરી એ ૬ઠા સમુહ લગ્નોત્સવનુ આયોજન કરાયુ છે. લેઉઆ સમાજ ના સમૂહ લગ્નના દર વર્ષે કરાતા આયોજનને આ વખતે પણ સારો પ઼તિસાદ મળ્યો હોય ઍમ જાહેરાત થતા જ પંથકના ૨૭ યુગલોની નોંધણી સમય મર્યાદામા થઈ હતી. આયોજકોઍ પણ સમાજ નો ઉમળકો જોઈ લગ્નને શાનદાર રીતે ઉજવવા તડામાર તૈયારી કરી જાજરમાન આયોજન ગોઠવ્યુ છે. જેમા, રવિવારે, બપારે ૨:૩૦ વાગ્યે સમુહ મંડપ મા તમામ જાન જાનૈયા સાથે પધારશે. અહીંયા જ સાંજે ૬ વાગ્યે મંગળફેરા સંપન્ન થયે સંધ્યા ભોજન બાદ રાત્રે આઠ વાગ્યે કન્યા વિદાય થશે.જાન આગમન બાદ વાજતે ગાજતે સામૈયા કરીને વેવાઈ પક્ષેથી મળતા આવકાર જેટલો જ મીઠો આવકારો આયોજકો દ્વારા આપવાની રસમ નિભાવાશે.લગ્નોત્સવ સમારોહ નો પ્રારંભ સવારે આઠ વાગ્યે ગણેશ સ્થાપન કરી કરાયા બાદ વિધાર્થી અને જ્ઞાતિ રત્ન સત્કાર -સન્માન કાર્યક્રમ યોજાશે. સમાજના સમુહ પ્રસંગે  નરેશ પટેલ ઉપરાંત, પૂર્વ મંત્રી જયેશ રાદડીયા, રાજય સરકારના વર્તમાન મંત્રી રાઘવજીભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી, લલિત વસોયા, બોઘરા, એપીએમસી ચેરમેન ભવાનભાઈ ભાગીયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ જીતેન્દ્ર ગોસરા સહિતના અનેક સમાજના રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. ૬ ઠા સમૂહ લગ્ન સમારોહ ના કાર્યવાહક મુકેશ કે. દુબરીયા યુવા ટીમ ના જયદીપ ઢેઢી, નિલેશ પટણી, રસિક દુબરીયા, મહિલા સમિતિના ઈલાબેન ભાગીયા, મિતલબેન સંઘાણી સહિતનાઓ સમાજ ના મોભીઓ ના  માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન કરાયુ છે. સમુહ લગ્નમા તમામ દિકરીઓને સોના ની વીંટી, નાકની વારી,ચાંદીના પાયલથી માંડીને વાસણ સહિતનો લગ્નનો તમામ સામાન આપવા ઉપરાંત, આજના શૈક્ષણિક યુગ અને કેળવણી, સંસ્કાર ને ધ્યાને રાખી ઉપયોગી પુસ્તકો સાથે જીવદયાની લાગણી જળવાય તે માટે ચાંદીની ગાય પણ કરીયાવર ધાર્મિક સંસ્કારો અને ધર્મ સંસ્કૃતિ જીવંત રાખવા ચાંદીના ગણપતિ દરરોજ મળસ્કે પુજા અર્ચના કરવાની શીખ સાથે અપાશે. સમુહલગ્નમા ભાગ લેનારને પોતાના આંગણે જ પોતાના પરિવાર સાથે ઉજવતા હોય તેવા જ આનંદ અને લગ્નનો લહાવો મળે ઉપરાંત, ઘરે યોજાતા લગ્ન પ્રસંગથી ખોટા ભપકાથી નાણાનો થતો વેડફાટ અટકાવવા નો અને સમાજને સધ્ધર બનાવવાનો પ્રયાસ છે. આ તકે, યુવા ટીમના પ્રમુખ અજય સંઘાણી, ઉપપ્રમુખ વિમલ ભાગીયા, અલ્પેશ મુંજાત, હસમુખ દુબરીયા, દિવ્યેશ નમેરા ઉપરાંત, કારોબારી સમિતિ ના બેચર ઢેઢી, સંજય ભાગીયા, મોતીભાઈ સંઘાણી, રસીલાબેન દુબરીયા સહિતના સામાજીક કાર્યક્રમ માટે જહેમત ઉઠાવી રહ્યા છે.