બાજુ ની જમીન ની બાંધકામ મંજુરી મેળવી સરકારી જમીનમા તંત્ર ના જવાબદાર ટીડીઓ ના માર્ગદર્શન હેઠળ જયા દોઢ વર્ષ પૂર્વે વૃક્ષારોપણ કરી શહીદ વન બનાવાયુ તે તોડી વટભેર બાંધકામ ખડકાઈ રહ્યા ની કાગારોળ મચ્યા બાદ શહેરના યુવાને સતા અને નાણા ના જોરે બે લગામ બનેલા ઓને નાથવા રાવ કરી

દેશ જેની સુરક્ષા હેઠળ સુરક્ષિત છે એ ભારતના શહિદ વીરો ના સ્મારક પણ સુરક્ષિત ન હોવાનો કિસ્સો પ્રકાશમા આવ્યો છે. ટંકારા તાલુકા પંચાયત નજીક સરકારી જમીન અમૃત મહોત્સવ કાર્યક્રમ મા જયા રાષ્ટ્ર ના શહિદ થયેલા નરબંકા ઓની યાદ ને કાયમ જીવંત રાખવા શહિદ વન નિર્માણ કરાયુ હતુ. અને આ સ્થળ ઉપર વૃક્ષારોપણ અને શહિદ સ્મારક સ્તંભ બનાવવામા આવેલ તે સરકારી જમીન (જગ્યા) પર પગપેસારો કરી ભૂમાફિયાઓ દ્વારા હાલ કોમર્શિયલ અને રહેણાંક સોસાયટી નુ નિર્માણ થઈ રહ્યુ હોવાનુ સામે આવ્યુ છે.


રાજ્યભરમા ભૂમાફિયાઓ બેલગામ બન્યા હોય એવા કિસ્સાઓ દિનપ્રતિદિન ઉજાગર થતા જોવા મળે છે. આવો જ કિસ્સો ટંકારામા હાઈલાઈટ્સ થયો હોવાનુ જાણવા મળેલ છે. ટંકારા શહેરની લતીપર ચોકડી થી માત્ર ૫૦૦-૭૦૦ મીટર દુર લતીપર રોડ ઉપર તાલુકા પંચાયત નજીક જ સરકારી જમીન આવેલી છે. આ જગ્યા ઉપર અગાઉ ગત તા. ૧૦/૮/૨૩ ના આઝાદી ના અમૃત મહોત્સવ કાર્યક્રમ પ્રસંગે ટંકારાના ટીડીઓ ના સીધા માર્ગદર્શન હેઠળ રાષ્ટ્ર ની સુરક્ષા કાજે શહિદ થયેલા શહિદ વીર નરબંકાઓ ની યાદ કાયમ લોકહૃદયમાં જીવંત રહે એ માટે આ સરકારી જમીન પર શહિદ વન બનાવવા ની જાહેરાત કરી અહીંયા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. અને અહીંયા શહિદ સ્મારક સ્તંભ બનાવાયો હતો. બાદમા, કેન્દ્ર સરકાર આયોજીત મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ હેઠળ શહીદોની સ્મૃતિ સાથે કળશ યાત્રા વખતે ટંકારાના તત્કાલીન સરપંચ ઉપરાંત, અનેક આગેવાનો અને દેશના સિમાડા ની સુરક્ષા કરતા જવાન સૈનિકો ની ઉપસ્થિતિ મા શહિદ વન ને નુકસાન ન થાય એ માટે વોંકળા ના પાણી થી બચાવવા પુર રક્ષક દિવાલ ૧૫ મા નાણાપંચ માથી ખર્ચ કરી બનાવવામાં આવી હતી. આ રાષ્ટ્ર ના વીર શહિદોની યાદ જીવંત રાખવા બનાવેલા શહીદ સ્મારક ઉખાડી ને શહીદવન નુ નિકંદન કાઢી ભૂમાફિયાઓ મલાઈ તારવવા શહિદ સ્મારક નજીક મા જ કોમર્શિયલ અને રહેણાંક સોસાયટી નુ નિર્માણ કાર્ય કરી રહ્યા ના આક્ષેપો ઉઠ્યા છે. જો, હકિકત સાબિત થાય તો દેશના સુરક્ષા કરતા બલિદાનો આપતા શહિદ વીરો ના સ્મારક સલામત ન હોય તો આથી વિશેષ શરમજનક બાબત કહેવામાં જરાપણ અતિશયોક્તિ નથી.
——————–********——————******————–
ટંકારાના રમેશભાઈ ભવાનભાઈ ભૂંભરીયા નામના જાગૃત યુવાને જીલ્લા પોલીસ વડા અને રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિતનાઓને ભૂમાફિયાઓ સામે સખ્તાઈથી અને દાખલારૂપ પગલા લઈ શહિદ સ્મારક અને શહિદ વન બચાવવા ફરીયાદ પત્ર (અરજી) કરી આ સ્થળ નજીક મસમોટા આર્થિક ઉપાર્જન માટે સોસાયટી નિર્માણ કરી રહ્યા છે. ચાલાક અને ચતુરાઈ પૂર્વક હેતુ પાર પાડવા સ્મારક સ્થળ નજીક બાંધકામ ની મંજુરી લઈ તંત્રને પણ મુર્ખ બનાવી અથવા અંધારામા રાખી સરકારી જમીન મા પેશકદમી કરી પગપેસારો કરી બાંધકામ કરી રહ્યાના સણસણતા આક્ષેપ કરી તટસ્થ તપાસ કરવા માંગણી કરી હતી.
——————-***************——————————–
અત્રે ઉલ્લેખનીય છે કે, ટંકારાના સામાજીક કાર્યકર હેમંતભાઈ ચાવડાએ પાંચ વર્ષ અગાઉ તા. ૧૫/૮/૧૯ ના રાજ્યપાલ ને પત્ર પાઠવી મહર્ષિ દયાનંદ સરસ્વતી નુ જન્મસ્થળ ટંકારા નદી વોંકળાની વચ્ચે વસેલુ હોય નદી વોંકળા ના ઝાળી ઝાંખરા દુર નહીં થાય તો દયાનંદ જી નુ જન્મ ગ્રામ જળસમાધી લેવાની દહેશત વ્યકત કરતો પત્ર પાઠવતા રાજ્યપાલે તા. ૧૩/૯/૧૯ થી કલેકટર ને કાર્યવાહી કરવા સુચના આપી હતી અને વોંકળા સહિતના સ્થળે થી જળપ્રવાહ વહે એવી કાર્યવાહી કરી હતી. પરંતુ હાલ વોંકળા કાંઠે જ ફરી આખી સોસાયટી નિર્માણ થવાની ઘટના પ્રકાશમા આવતા હેમંત ચાવડા એ પણ કામગીરી બાદ દરકાર ન લેવાતી હોવાનો વસવસો વ્યકત કર્યો હતો.