હળવદ તાલુકાના સમલી ગામે રહેતા લીલાબેન કરમશીભાઈ મુંધવા (ઉ.વ.૩૫) એ આરોપી આઈસર રજીસ્ટર નંબર -જીજે-૩૬-ટી- ૪૮૦૯નો ચાલક ગોવિંદભાઈ નારૂભાઈ મુંધવા રહે. સમલી ગામ તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી ટાટા કંમ્પનીની આઇસર રજીસ્ટર નંબર GJ-36- T-4809ના ચાલક ગોવિંદભાઇ નારૂભાઇ મુંધવાએ પોતાના હવાલાવાળુ આઇસર વાહન પુર ઝડપે અને બ બેફીકરાયથી ચલાવી આવી ફરીયાદીના પતિ કરમશીભાઇ સતાભાઇ મુંધવા (ઉવ-૩૯)નો છકડો રીક્ષા રજીસ્ટર નંબર GJ-03-V -4262ને સામેથી ઠોકર મારી છકડો રીક્ષા પલટી મરાવી દઇ ફરીયાદીના પતિને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવી પોતાના હવાલાવાળુ આઇસર વાહન લઇ નાશી ગયો હતો. જેથી આ બનાવ અંગે મૃતકના પતિએ આરોપી વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.