મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમા પ્રોહીબીશનના ગુનામા સંડોવાયેલ બે ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલી મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટ કે.બી.ઝવેરી (IAS)એ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બન્ને આરોપીઓના પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય જે બન્ને ઇસમોને સત્વરે અટકાયત કરવા માટે અલગ અલગ ટીમ બનાવી બન્ને ઇસમો મયુરભાઇ બટુકભાઇ વાઘેલા (ઉ.વ.૩૭) રહે- મોરબી-૨ વેજીટેબલ રોડ ભાગ્યલક્ષ્મી સોસાયટી સ્કુલની બાજુમા તા.જી.મોરબી તથા અંકીતભાઇ અરૂણભાઇ રાઠોડ (ઉ.વ.૩૩) રહે હાલ. શ્રધ્ધા પાર્ક શેરી નં. ૪ વીશીપરા મોરબીવાળાને પાસા એકટ હેઠળ ડીટેઇન કરી અમદાવાદ તથા સુરત લાજપોર જેલ ખાતે મોકલી આપેલ છે.