મૂળ સુરતના વતની અને હાલ મોરબીના સામાકાંઠે શીવ પાર્ક સોસાયટીમાં રહેતા અને પીજીવીસીએલ વિભાગમાં જુનીયર ઈજનેર તરીકે નોકરી કરતા મીતભાઈ પ્રવિણભાઇ પટેલ (ઉ.વ.૨૬) એ આરોપી અશોકભાઈ બહાદુરભાઈ સારલા તથા આશિષ અશોકભાઈ સારલા રહે. નવા મકનસર મોરબી વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તેમજ સાહેદ સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા હોય જે આરોપી જાણતા હોય અને આરોપી વીજ બીલ ભરતા ન હોય જેથી ફરીયાદી તેમજ સાહેદ સાથે આરોપીના ઘરે વીજ બીલના બાકી રકમની ઉધરાણી કરવા જતા આરોપીને સારૂ નહી લાગતા ભુડાબોલી ગાળો આપી ફરીયાદી તથા સાહેદ દશરથસિંહ દીલુભા સાથે જપાજપી કરી સાહેદને ઢીકાપાટુનો માર મારી તથા ફરીયાદી સાથે ઝપાઝપી કરી ઘરમા પડેલ લોખંડનુ ધારીયુ લઇ ધારીયા વડે હુમલો કરી ફરીયાદી તથા સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.