મોરબીના હળવદ રોડ પર આવેલ હરીઓમ પાર્કમાં રહેતા અને પીજીવીસીએલ કચેરી મોરબીના નાની વાવડી સબ ડીવીઝન ખાતે આસી. લાઇનમેન તરીકે સરકારી નોકરી કરતા સંજયભાઈ કેશવજીભાઇ વિલપરા (ઉ.વ.૪૫) એ આરોપી રણછોડભાઈ ઉર્ફે લાલો જીવણભાઈ ખાંભલા રહે. બરવાળા તા.જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા સાહેદ ઇલેકટ્રીક આસીસ્ટન (વિધુત સહાયક) કનુભાઇ મોધાભાઇ મનાત બન્ને જણા ગ્રાહક જીવણભાઇ દેવાભાઇના ઘરે જેના વીજ બીજ ગ્રાહક નં.૬૨૭૪૦/૦૦૨૧૭/૩ વાળા વીજ બીલ રૂ.૧૬૦૫/-બાકી હોય જેથી તેઓના ઘરના ઝાપા પાસે જઇ જીવણભાઇ દેવાભાઇ હાજર ન હોય પરંતુ આરોપી હાજર હોય તેને બીલની બાકી રકમ બાબતે વાત કરતા સારૂ નહી લાગતા ફરીયાદી સાથે ઉગ્ર અવાજથી કહેવા લાગેલ કે તમારે બીલ લેવાનો સમય થઇ ગયો છે ? તેમ કહી એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદી સરકારી કર્મચારી હોવાનુ જાણતા હોવા છતા આરોપીએ ફરીયાદીને બે-ત્રણ ફડાકા મારી જાહેર સેવકની ફરજમા રૂકાવટ કરી હતી. જેથી આ બનાવ અંગે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.