મૂળ જામનગર જિલ્લાના ફલ્લા ગામના વતની અને હાલ મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન પાસે જીવરાજ સોસાયટીમાં રહેતા મયુરભાઈ શામજીભાઈ રાઠોડ (ઉ.વ.૩૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિનુ હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ રજીસ્ટર નં.GJ-૩6-M-6819 જેની હાલે કિ.રૂ.૩૦,૦૦૦/- વાળુ મોટર સાઇકલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.